નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહની તબિયત બગડવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર સંસ્થાએ જણાવ્યું છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહની તબિયત લથડતા દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 92 વર્ષના મનમોહન સિંહને હોસ્પિટલના ઈમર્જન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. શ્વાસ લેવામાં તકલીફ ઊભી થવાને કારણે તેમને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. ડોક્ટરની એક વિશેષ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બે વખત દેશના વડા પ્રધાન રહી ચૂકેલા ડો. મનમોહન સિંહને અગાઉ ચાર વખત હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.
ડો. મનમોહન સિંહ 2004થી 2014 સુધી ભારતના વડા પ્રધાનપદે રહ્યા હતા. આ અગાઉ તેઓ ભારતના નાણા પ્રધાન અને નાણા સચિવ પણ રહ્યા હતા. નરસિંહા રાવની સરકાર વખતે આર્થિક ઉદારીકરણમાં તેમણે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી