NISAR ઉપગ્રહ લોન્ચ, જાણો ભારત-અમેરિકાના સંયુક્ત મિશનના ફાયદા | મુંબઈ સમાચાર

NISAR ઉપગ્રહ લોન્ચ, જાણો ભારત-અમેરિકાના સંયુક્ત મિશનના ફાયદા

શ્રી હરિકોટા: NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર (NISAR) નામના ઉપગ્રહને આન્ધ્ર પ્રદેશના હરિકોટા ખાતેથી લોન્ચ કરવામાં આવ્યો છે. GSLV Mk-II રોકેટની મદદથી તેને 747 કિમી લાંબી સૂર્યની સમકાલીન ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો છે. ભારત અને અમેરિકાનો આ સંયુક્ત ઉપગ્રહનું શું કામ કરશે? આ અંગે ઘણા લોકોના મનમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે આવો NISAR મિશનની વિશેષતાઓ વિશે જાણીએ.

NISAR કરશે કુદરતી આફતોનો અભ્યાસ

NISAR મિશન અવકાશ ક્ષેત્રે ભારત અને અમેરિકા વચ્ચે વધતી ભાગીદારીનું પ્રતીક છે, જે પૃથ્વી દેખરેખમાં ક્રાંતિ લાવશે. પૃથ્વીના એમઆરઆઈ તરીકે ઓળખાતા નિસાર ઉપગ્રહ અનેક સંભવિત કુદરતી હોનારતનો પણ નિર્દેશ આપશે.

આ મિશન પૃથ્વીની ઇકોસિસ્ટમ, બરફની ચાદર, વનસ્પતિ, જંગલો, ભૂગર્ભજળ, સમુદ્રની સપાટીમાં વધારો અને ભૂકંપ, સુનામી, જ્વાળામુખી અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે.

આપણ વાંચો: રાત્રિના અંધકારમાં પણ બાજ નજર: ઈસરોનું નવું ઉપગ્રહ દેશની સુરક્ષામાં કરશે મદદ

NISAR એ 2,392 કિલો વજનનો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે. તે બે અલગ અલગ ફ્રીક્વન્સીઝ (નાસાના L-બેન્ડ અને ઇસરોના S-બેન્ડ)નો ઉપયોગ કરનાર પ્રથમ ઉપગ્રહ છે. આ ડ્યુઅલ રડાર સિસ્ટમ તેને પૃથ્વીની સપાટી પર થતા ફેરફારોને અભૂતપૂર્વ ચોકસાઈ સાથે અવલોકન કરવામાં મદદ કરશે.

નાસાના મતે, આ બંને સિસ્ટમો પૃથ્વીની સપાટીની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે ભેજ, સપાટીની રચના અને ગતિને માપવામાં નિષ્ણાત છે.તેની ડ્યુઅલ રડાર સિસ્ટમ અને સ્વીપએસએઆર ટેકનોલોજી તેને દિવસ અને રાત અને બધી હવામાન પરિસ્થિતિઓમાં, વાદળો, ધુમાડો અથવા ગાઢ જંગલો હોવા છતાં સચોટ ડેટા એકત્રિત કરવા સક્ષમ બનાવે છે, જે તેને અન્ય ઉપગ્રહોથી અલગ પાડે છે.

આપણ વાંચો: ભારતીય અવકાશ ક્ષેત્રમાં નવા યુગની શરૂઆતઃ 2 સ્વદેશી સ્ટાર્ટઅપ્સે લોન્ચ કર્યા ઉપગ્રહો…

NISAR કેવી રીતે કામ કરશે?

સૂર્યને સમકાલીન ભ્રમણકક્ષામાં પહોંચ્યાના પ્રથમ 90 દિવસ NISAR ઉપગ્રહ કમિશનિંગ અથવા ઇન-ઓર્બિટ ચેકઆઉટ (IOC)માં વિતાવશે. ત્યારબાદ તે વૈજ્ઞાનિક કાર્ય માટે તૈયાર થશે. NISAR નું સિન્થેટિક એપર્ચર રડાર (SAR) પૃથ્વીની સપાટી પર રડાર તરંગો મોકલશે અને તેમના વળતર સમય તેમજ તબક્કાના ફેરફારોને માપશે. જેના માટે તે બે પ્રકારના રડારનો ઉપયોગ કરશે:

L-બેન્ડ SAR (1.257 GHz): આ એક લાંબા-તરંગ રડાર છે જે ગાઢ જંગલો અને માટીની નીચેની હલનચલન જોઈ શકે છે. તે જમીન પર થતા નાના ફેરફારોને માપવામાં મદદ કરશે.

આપણ વાંચો: SpaDex: ઇતિહાસ રચવાથી માત્ર થોડા મીટર જ દૂર, હેંડશેક માટે નજીક આવ્યા બંને ઉપગ્રહ

S-બેન્ડ SAR (3.2 GHz): આ એક ટૂંકા-તરંગ રડાર છે જે પાક અને પાણીની સપાટી જેવી સપાટીની વિગતો કેપ્ચર કરશે.

NISAR પ્રથમ વખત SweepSAR ટેકનોલોજી નો ઉપયોગ કરશે, જે 242 કિલોમીટરની ત્રિજ્યામાં ઉચ્ચ-રીઝોલ્યુશન ડેટા પ્રદાન કરશે. તે વાદળો કે અંધકાર હોવા છતાં, દિવસ કે રાત, તમામ હવામાન પરિસ્થિતિઓમાં દર 12 દિવસે સમગ્ર પૃથ્વીને સ્કેન કરશે.

ઉલ્લેખનીય છે કે NISAR દ્વારા એકત્રિત કરવામાં આવેલો ડેટા વૈજ્ઞાનિકો, ખેડૂતો અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને નિ:શુલ્ક ઉપલબ્ધ થશે. આ ડેટા માત્ર ભારત અને અમેરિકા માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે આપત્તિ વ્યવસ્થાપન, કૃષિ અને આબોહવા દેખરેખમાં અત્યંત ઉપયોગી સાબિત થશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button