Farmers protest: ‘જો ખેડૂતોને અન્યાય થશે તો…’ હાલના આંદોલન અંગે રાકેશ ટિકૈતનું પહેલું નિવેદન, સરકારને આપી ચેતવણી
બેંગલુરુ: કેન્દ્ર સરકારે ખેડૂતોને આપેલા વાયદાઓ પુરા ન કરતા ખેડૂતોએ ફરી દિલ્હી તરફ કુચ કરી છે, દિલ્હીની બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઇ રહ્યા છે. એવામાં ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે તાજેતરના ખેડૂત અંદોલન અંગે પહેલું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં મોટી મૂડીવાદી કંપનીઓ છે, જેમણે રાજકીય પક્ષ બનાવ્યો છે. તેઓએ આ દેશ પર કબજો જમાવ્યો છે. આવી સ્થિતિમાં સમસ્યાઓ ઉભી થશે. હાલના ખેડૂતોના આ આંદોલનમાં ભારતીય કિસાન યુનિયન સામેલ નથી.
બેંગલુરુમાં તેમણે કહ્યું – જો ખેડૂતો સાથે કોઈ અન્યાય થાય છે અને સરકાર તેમના માટે કોઈ સમસ્યા ઊભી કરે છે, તો ન તો એ ખેડૂતો અમારાથી દૂર છે અને ન તો દિલ્હી અમારાથી દૂર છે.
BKU નેતા રાકેશ ટિકૈટે કહ્યું કે, “જે કિસાન યુનિયન દ્વારા આ કૂચ બોલાવવામાં આવી છે, આ સંગઠનોએ અગાઉના આંદોલનથી દૂર રહ્યા હતા. આમાંથી કોઈ સંગઠને અમારો સંપર્ક સુદ્ધાં કર્યો નથી. બધા પોતપોતાની રીતે કાર્યક્રમો કરી રહ્યા છે. પરંતુ સરકાર જે પણ કરી રહી છે તે યોગ્ય છે. સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા થવો જોઈએ. સરકારે ખેડૂતોને રોકવા ખીલ્લાઓ ઉપયોગ ન કરવો જોઈએ.”
તેમણે વધુમાં કહ્યું કે, “16મી ફેબ્રુઆરીએ ગ્રામીણ ભારત બંધ છે. જો ખેડૂતોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે તો અમે પણ સક્રિય થઈ જઈશું, અમે દિલ્હી સુધી કૂચ કરીશું. દેશમાં ઘણા સંગઠનો છે. ખેડૂતો સરહદો પર રોકવા ન જોઈએ. તેમને આવવા દો. દરેકને આવવાનો અધિકાર