ટોપ ન્યૂઝનેશનલ

Farmers Protest: આજે ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે ચોથી બેઠક, ખેડૂતો માંગ પર અડગ

નવી દિલ્હી: લોક સભા ચૂંટણી પહેલા ખેડૂતોએ કેન્દ્ર સરકાર સામે ફરી આંદોલન છેડ્યું છે. ખેડૂતોએ ‘દિલ્હી ચલો માર્ચ’ની જાહેરાત કરી છે, પરંતુ પંજાબથી આવતા હજારો ખેડૂતોને હરિયાણાની શંભુ બોર્ડર પર રોકી દેવામાં આવ્યા છે. છ દિવસથી ખેડૂતો શંભુ બોર્ડર પર પડાવ નાખી બેઠા છે. આ દરમિયાન આજે ચંદીગઢમાં ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે ચોથો રાઉન્ડ મંત્રણા યોજાવાની છે. મંત્રણાના અગાઉના ત્રણ રાઉન્ડમાં કોઈ સંમતિ સધાઈ નથી.

આજની બેઠક પહેલા આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ખેડૂત નેતા સર્વનસિંહ પંઢેરે જણાવ્યું હતું કે, “અમે શંભુ બોર્ડર પર છીએ તેને છ દિવસ થઈ ગયા છે અને આજે વાતચીત પણ થઈ રહી છે. જ્યારે અમે સરકાર સાથે વાત કરી ત્યારે સરકાર કહ્યું કે જો અમને સમય મળશે તો અમે કેન્દ્ર અને તેમના વરિષ્ઠ પ્રધાનો સાથે વાત કરીને ઉકેલ લાવીશું.”

તેમણે કહ્યુકે, “જેમ તમે જાણો છો કે અમે રોજના 27 રૂપિયા પર જીવી કાઢીએ છીએ. ખેડૂતો અને મજૂરોની હાલત સતત કથળી રહી છે. બિયારણ, ખાતર, ખેતીની મશીનરી અને મજૂરીનો ખર્ચ સતત વધી રહ્યો છે, પરંતુ અમને પાક માટે આપવામાં આવતા ભાવો વાજબી નથી. જેમ ‘લધુતમ ટેકાના ભાવ’ નામ સૂચવે છે તેમ, અમને ક્યારેય યોગ્ય કિંમત મળી નથી.”

અગાઉ 8, 12 અને 15 ફેબ્રુઆરીએ ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી, પરંતુ કોઈ સફળતા મળી ન હતી. ખેડૂતો પાકના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની ગેરંટી આપવાના કાયદાની માંગ પર અડગ છે. ખેડૂતોની સરકાર પાસે 13 મુખ્ય માંગણીઓ છે જેમાંથી 10 માંગણીઓ સરકારે સ્વીકારી લીધી છે. મામલો માત્ર ત્રણ માંગ પર અટવાયેલો છે. આ માંગણીઓ છે- લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) ગેરંટી કાયદો, ખેડૂતોની લોન માફી અને 60 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતો માટે પેન્શન.

કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડાએ પણ આશા વ્યક્ત કરી છે કે આજે ખેડૂત સંગઠનો સાથે યોજાનારી બેઠકમાં કંઈક ઉકેલ આવશે. તેમણે કહ્યું કે અમે ટૂંક સમયમાં ઉકેલ શોધીશું. આવી સ્થિતિમાં એવી પણ ચર્ચા છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોને MSP પર કમિટી બનાવવાનો પ્રસ્તાવ આપી શકે છે.

જો કે, એ મંજૂર થશે કે નહીં અને ખેડૂતો દિલ્હી કૂચ પર અડગ રહેશે કે તેઓ ઘરે પરત ફરશે? હવે આ પ્રશ્નોના જવાબો બેઠક બાદ જ મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…