ટોપ ન્યૂઝનેશનલ

Farmers Protest: કેન્દ્ર સરકાર સાથે આવતીકાલે ખેડૂતોની બેઠક

નવી દિલ્હીઃ પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાની માગને લઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે આ મુદ્દે આવતીકાલે કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓની વચ્ચે મહત્ત્વની બેઠક યોજવામાં આવશે. ખેડૂત નેતાએ કહ્યું હતું કે અમને કેન્દ્ર સરકારનો પત્ર મળ્યો છે. ચંદીગઢના સેક્ટર 26માં આવતીકાલે સાંજના બેઠક યોજવામાં આવશે.

કેન્દ્ર સરકાર વાતચીત કરવા માટે પત્ર મોકલ્યો હતો, જે અમને મળ્યો છે. આ પત્ર અને કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે સકારાત્મક નિવેદન આપ્યા પછી ખેડૂત નેતાઓએ ત્રીજા તબક્કાની મીટિંગ માટે સકારાત્મક વલણ આપ્યું છે.
ગુરુવારે યોજનારી બેઠકમાં કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલ, નિત્યાનંદ રાય અને કૃષિ પ્રધાન અર્જુન મુંડા હાજર રહેશે. આ ઉપરાંત, શંભુ બોર્ડર પર જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે તેના અંગે સકારાત્મક પરિણામ લાવવા માટે આશ્વાસન આપવામાં આવ્યું છે, ત્યારબાદ પરસ્પર બેઠક યોજવા માટે તૈયાર થયા છીએ. અમે સરકારના પ્રધાનો સાથે બેઠક યોજીશું, એમ પણ ખેડૂત સંગઠન વતી જણાવ્યું હતું.

આવતીકાલે અમે તમામ નેતાઓ અને અમારા યુવાનોને અપીલ કરીશું કે સહકાર આપે અને કોઈ અજુગતું પગલું ભરે નહીં. ખેડૂત નેતાએ કહ્યું હતું કે આપણને દુશ્મનની રીતે જોવામાં આવી રહ્યા છે. તેઓ અમને બીજી જગ્યાએ લઈ જઈ રહ્યા છીએ અને અમારા એકાઉન્ટને સસ્પેન્ડ કરી રહ્યા છે. સરવન સિંહ પંઢેરને દેશદ્વોહી જાહેર કરી રહ્યા છે. આમ છતાં અમે સરકાર સાથે વાતચીત કરવા તૈયાર છીએ, પરંતુ કોઈ વિવાદ કરવા ઈચ્છતા નથી, એમ ખેડૂત નેતાએ જણાવ્યું હતું.

આંદોલનકારીઓ પર હરિયાણા પોલીસ તરફથી નિરંતર બળપ્રયોગ અને ટિયરગેસનો મારો કરવામાં આવી રહ્યો છે, તેને લઈને ખેડૂત નેતાઓ વતીથી વિરોધ કરવામાં આવ્યો છે. હરિયાણાની શંભુ બોર્ડર પર પણ પરિસ્થિતિ અંકુશમાં નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button