ટોપ ન્યૂઝલોકસભા સંગ્રામ ૨૦૨૪

Loksabha Election Result: વારાણસી બેઠક પર મોટો ઉલટફેર, PM મોદી પાછળ ચાલી રહ્યા છે

વારાણસી: લોકસભા ચૂંટણી 2024ની મત ગણતરી (Lok sabha Election Result) ના પ્રારંભિક વલણો આવી રહ્યા છે, વારાણસી બેઠક પર મોટોઉલટફેર જોવા મળી રહ્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) કોંગ્રેસના ઉમેદવાર અજય રાય(Ajay Rai) સામે પાછળ ચાલી રહ્યા છે.
ચૂંટણી પંચ(ECI)ની વેબસાઈટ પર જાહેર કરવામાં આવી રહેલા આંકડા મુજબ સવારે 9.30 વાગ્યે વડાપ્રધાન મોદી કોંગ્રેસના ઉમેદવાર અજય રાય સામે 5000 મતોથી પાછળ ચાલી રહ્યા છે.

જોકે આ શરૂઆતના વલણો છે, મતગણતરી આગળ વધે એમ ચિત્ર બદલાઈ શકે છે, સાંજ પડતા ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

વડા પ્રધાન મોદી અહીંથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. અજય રાય પણ વારાણસી સંસદીય ક્ષેત્રથી સતત ચોથી ચૂંટણી લડી રહ્યા છે. છેલ્લી ત્રણ ચૂંટણીમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

વારાણસી લોકસભા સીટ માટે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન થયું હતું. આ વખતે વારાણસી લોકસભા સીટ પર 56.35% મતદાન થયું છે. લોકસભા ચૂંટણી 2024 દરમિયાન વારાણસી લોકસભા બેઠક માટે ઉમેદવારોની સંખ્યા લોકસભા ચૂંટણી 2014 અને લોકસભા ચૂંટણી 2019ની સરખામણીમાં ઘણી ઓછી રહી છે. આ વખતે વારાણસી લોકસભા સીટ પરથી માત્ર 7 ઉમેદવારો મેદાનમાં હતા.

વારાણસીમાં આ વખતે યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાય ઈન્ડિયા એલાયન્સ તરફથી ઉમેદવ છે, તેમના સિવાય બસપાના અથર જમાલ લારી અને અપના દળ કામેરાવાડીના ગગન પ્રકાશ યાદવ પણ વારાણસીથી ચૂંટણી મેદાનમાં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો