ટોપ ન્યૂઝનેશનલ

ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસને ઠપકો આપ્યો, નડ્ડા અને ખડગેને નોટીસ પાઠવી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી(Loksabha Election) માટેના પ્રચાર દરમિયાન એવા અનેક કિસ્સાઓ બન્યા છે જેમાં પક્ષોના ઉમેદવારો અને સ્ટાર પ્રચારકોએ વાંધાજનક નિવેદનો કર્યા હોય, જેની સામે ભારતીય ચૂંટણી પંચ (ECI)ને અનેક ફરિયાદો મળી ચુકી છે. એવામાં ECI એ આજે બુધવારે ભાજપ(BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા(JP Nadda) અને કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge)ને નોટીસ મીકલી કડક નિર્દેશો આપ્યા છે. ECIએ તેમને એ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે કે પાર્ટીના સ્ટાર પ્રચારકો તેમની ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતા (MCC) નું ચુસ્તપણે પાલન કરે.

ECIએ નડ્ડા અને ખડગેને અલગ-અલગ પત્રો મોકલ્યા હતા, આ પત્રોમાં કમિશને ચિંતા વ્યક્ત કરી હતી કે સ્ટાર પ્રચારકોના એક પેટર્નને અનુસરે છે અને નેરેટીવ્સ બનાવે છે, અચાર સંહિતા દરમિયાન આ નુકસાનકારક હોઈ શકે છે.

ECIએ કહ્યું કે “ચૂંટણી એ એવી પ્રક્રિયા છે જ્યાં રાજકીય પક્ષો માત્ર જીતવા માટે જ નથી લડતા, પરંતુ મતદાન કરનારાઓમાં આશાઓ બાંધવા માટે પોતાને આદર્શ તરીકે રજુ કરે. ચૂંટણી આપણી લોકશાહીનો અમૂલ્ય વારસો છે, જેને તમારા પક્ષ દ્વારા નુકશાન પહોંચે એવું ના થવું જોઈએ.”

આ પણ વાંચો : Lok Sabha Election: આ વખતે ભાજપને 370 સીટ નહીં મળી તો…પ્રશાંત કિશોરે શું કહ્યું?

ECIએ જણાવ્યું હતું કે સ્ટાર પ્રચારકો દ્વારા કથિત ભાષણો પર બંને પક્ષો દ્વારા આપવામાં આવેલા બચાવ માન્ય નથી.

રાજસ્થાનના બાંસવાડામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવાદાસ્પદ ભાષણ આપ્યાના વિપક્ષના આરોપ પર નડ્ડાને નોટિસ મોકલી હતી. ચૂંટણી પંચે ભાજપના પ્રમુખને નિર્દેશ આપ્યો કે સ્ટાર પ્રચારકોને ધાર્મિક અથવા સાંપ્રદાયિક મુદ્દાઓ પર ભાષણો ન કરવા માટે સુચના આપવામાં આવે.

ECIએ ખડગેને સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો કે પ્રચારકો ભારતના બંધારણને નાબૂદ અથવા વેચી શકાય એવા ભ્રામક નિવેદનો ન કરે.

ECIએ બે રાષ્ટ્રીય પક્ષોના પ્રમુખોને તેમના સ્ટાર પ્રચારકોને તેમના નિવેદનોમાં સુધારો કરવા, આગળથી કાળજી રાખવા અને ડેકોરમ જાળવવા માટે ઔપચારિક સુચના આપવા જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button