ટોપ ન્યૂઝનેશનલ

આઠ વર્ષ પછી ઈન્ડિયન એર ફોર્સનું ગુમ થયેલું પ્લેન મળ્યું, 29 લોકોનું થયું હતું મોત

નવી દિલ્હી: બંગાળની ખાડી ઉપરથી ઊડતી વખતે ગુમ થયેલું ઈન્ડિયન એરફોર્સનું એએન-32 આ વિમાનનો કાટમાળ ચેન્નઈના સમુદ્ર કિનારાથી 310 કિમી દૂરના દરિયાઈ વિસ્તારના પેટાળમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો. 2016માં ગુમ થયેલું વિમાન પાઈલટ સાથે 29 પ્રવાસીઓ પણ પ્રવાસ કરી રહ્યા હતા.

ચેન્નઈના દરિયાકિનારાથી લગભગ 310 કિ.મી. દૂર આવેલા સમુદ્રના તળિયેથી એક ક્રેશ થયેલા વિમાનના કાટમાળની તસવીરો લેવામાં આવી હતી. આ તસવીરોની વધુ માહિતી મેળવતા તે કાટમાળ 2016માં ગાયબ થયેલા વિમાન જેવા દેખાતા હોવાની માહિતી મળી હતી. તસવીરો મળ્યા બાદ આ ઘટનાસ્થળની વધુ શોધ શરૂ કરવામાં આવી રહી છે. આ રુટ પર બીજી કોઈ પણ વિમાન ગાયબ થવાની રિપોર્ટ દાખલ કરવામાં આવી નથી, જેથી આ કાટમાળ એએન – 32 વિમાનનું હોઈ શકે એવો અંદાજ છે.

આ વિમાનનો કાટમાળ સમુદ્રના 3400 મીટર જેટલી નીચેથી મળી આવ્યો હતો. કાટમાળ મળવાની લોકેશન પર આ વિમાનથી છેલ્લી વખત સંપર્ક કરવામાં આવ્યો હતો. આ મામલે ભારત સરકારના અર્થ સાયન્સ મંત્રાલય હેઠળ આવેલી સંસ્થા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી દ્વારા પાણીની અંદર શોધ કરવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ અભિયાનની મદદથી વિમાનના જેવા દેખાતા કાટમાળને દરિયાના તળિયે શોધી કાઢવામાં આવ્યો હતો. આ વાહન દરિયામાં અંદાજે 3,400 મીટર સુધી નીચે ગયું હતું, ત્યાર બાદ તેમાં લગાવવામાં આવેલા મલ્ટિ બીમ સોનાર, સિન્થેટિક અપર્ચર સોનાર અને હાઈ રિઝોલ્યુશન કૅમેરાની મદદથી સર્ચ ઓપરેશનને ચલાવવામાં આવ્યું હતું.

એરફોર્સનું ક્રેશ થયેલા એન્ટોનાવ એએન-32 વિમાને ચેન્નઈના એરબેઝ સ્ટેશનથી સવારે આઠ વાગ્યે ટેક ઓફ કર્યું હતું. આ પ્લેનમાં એક પાઇલટ સાથે બીજા 29 પ્રવાસી પણ હતા. આ પ્લેન અંદામાન અને નિકોબારના પોર્ટબ્લેર તરફ જઈ રહ્યું હતું.
પ્લેન ટેક ઓફ કર્યાના થોડા સમય બાદ પ્લેન સાથેનું સંપર્ક તૂટી ગયું અને પ્લેન રડાર પરથી પણ ગાયબ થઈ ગયું હતું. આ પ્લેનનું છેલ્લી લોકેશન બંગાળની ખાડીમાં ટ્રેક કરવામાં આવ્યું હતું. વિમાન ગુમ થયા બાદ ભારતીય એરફોર્સ અને નેવી દ્વારા આ પ્લેનની શોધ હાથ ધરવામાં આવી હતી. એર ફોર્સ અને નેવીના ઓપરેશનને 15 સપ્ટેમ્બર 2016ના બંધ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન બંધ થયા બાદ સરકાર દ્વારા પ્લેનના પાઇલટની સાથે પ્લેનમાં મુસાફરી કરતા દરેક પ્રવાસીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button