નવી દિલ્હી: આજે દેશભરમાં ઈદ-ઉલ-ફિત્ર (Eid al-Fitr) એટલે કે ‘મીઠી ઈદ’ના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ નમાઝ અદા કરીને લોકો એકબીજાને ગળે મળીને રહ્યા શુભકામનાઓ પાઠવી રહ્યા છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu)અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ પણ દેશવાસીઓને ઈદની શુભેચ્છા(Eid greetings) પાઠવી છે.
કેરળ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં બુધવારે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો, જ્યારે દેશના અન્ય ભાગોમાં આજે ગુરુવારે ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે.
Best wishes on Eid-ul-Fitr. May this occasion further spread the spirit of compassion, togetherness and peace. May everyone be happy and healthy. Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) April 10, 2024
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે ઈદ-ઉલ-ફિતરની પૂર્વ સંધ્યાએ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી અને તેમણે કહ્યું કે આ તહેવાર દરેકને શાંતિપૂર્ણ જીવન જીવવા અને સમાજની સમૃદ્ધિ માટે કામ કરવાની પ્રેરણા આપે છે. તેમણે કહ્યું કે પવિત્ર રમઝાન માસ દરમિયાન ઉપવાસ કર્યા બાદ ઉજવાતો આ તહેવાર પરસ્પર પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપે છે.
आप सभी को ईद मुबारक।
— Rahul Gandhi (@RahulGandhi) April 10, 2024
May the spirit of togetherness and generosity bring happiness and prosperity for all. pic.twitter.com/a2usBhZsCO
રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે, “એકતા અને સદભાવને પ્રોત્સાહન આપતો આ તહેવાર આપણને ક્ષમા અને દાનની ભાવના પણ શીખવે છે. ઈદએ ગરીબો અને નિરાધારોને મદદ કરવાની અને તેમની સાથે ખુશીઓ વહેંચવાનો અવસર છે. આ તહેવાર આપણને શાંતિપૂર્ણ જીવન જીવવાનું શીખવે છે અને સમાજના કલ્યાણ અને સમૃદ્ધિ માટે કામ કરવાની પ્રેરણા આપે છે. ચાલો આપણે ઈદના પવિત્ર તહેવાર પર પ્રેમ, કરુણા અને પરોપકારના માનવતાવાદી આદર્શો ફેલાવીએ.”
વડા પ્રધાન મોદીએ પણ ઈદના તહેવાર નિમિતે દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, ‘ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા. હું ઈચ્છું છું કે આ અવસર કરુણા, એકતા અને શાંતિની ભાવનાને વધુ ફેલાવે. દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે. ઈદ મુબારક.’
ઈદના અવસર પર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ખુશી અને સદભાવ સંદેશ લઈને આવે છે. ખુશીનો આ તહેવાર માત્ર સામાજિક એકતાને જ મજબૂત નથી બનાવતો પરંતુ પરસ્પર ભાઈચારાની લાગણી પણ વધારે છે. આ તહેવાર શાંતિ અને સૌહાર્દનો સંદેશ આપે છે. તેમણે કહ્યું કે, ઈદના તહેવાર પર સૌહાર્દ અને સામાજીક સમરસતા વધુ મજબૂત કરવા સંકલ્પ લેવો જોઈએ.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી છે. તેમણે X પર લખ્યું કે આ ઈદ એકતા અને ઉદારતાની ભાવના સાથે બધા માટે સુખ અને સમૃદ્ધિ લાવે.