Sunita Williams ની વાપસી બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્કે શું કહ્યું?

વોશિંગ્ટન ડીસીઃ ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સની આશરે 9 મહિના બાદ અંતરિક્ષમાંથી વાપસી થઈ હતી. તેમની સાથે બુચ વિલ્મોર પણ પરત આવ્યા હતા. આ મિશનને સફળ બનાવવા ઇલોન મસ્કની સ્પેસએક્સે મહત્ત્વપૂર્ણ રોલ ભજવ્યો હતો. મિશનની સફળતા પર ડોનાલ્ડ ટ્રમ્પે મસ્કનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો: Sunita Williams ના પરત ફરવા મુદ્દે પીએમ મોદીએ લખ્યો પત્ર,…
વ્હાઈટ હાઉસે નિવેદન બહાર પાડીને શું કહ્યું
વ્હાઇટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાસાના ક્રૂ-9 અંતરિક્ષ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ, નિક હેગ, બુચ વિલ્મોર અને રશિયન અંતરિક્ષ યાત્રી એલેક્ઝેંડર ગોર્બૂનોવની વાપસીને પ્રાથમિકતા આપી હતી. અમે જ વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે 9 મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા અંતરિક્ષ યાત્રીઓને પરત લાવવાનું વચન આપ્યું હતું. આજે તેઓ સુરક્ષિત રીતે પરત ફર્યા છે. ઇલોન મસ્ક, સ્પેસએક્સ અને નાસાનો આભાર.
આ પણ વાંચો: Sunita Williams નું પૃથ્વી પર પરત ફરવું સહેલું નથી,પરત ફરતા જ ઘેરી વળશે આ મુસીબતો
ઇલોન મસ્કે નાસા અને સ્પેસએક્સની ટીમને તેમની સફળતા પર અભિનંદન પાઠવ્યા હતા અને આ મિશનને પ્રાથમિકતા આપવા બદલ ટ્રમ્પનો આભાર માન્યો હતો. મસ્કે લખ્યું કે, સ્પેસએક્સ અને નાસાની ટીમને વધુ એક સફળ અંતરિક્ષ યાત્રીની વાપસી બદલ અભિનંદન. આ મિશનને પ્રાથમિકતા આપવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર.