Haj Yatra : હજ માટે મક્કા પહોંચેલા 550થી વધુ લોકોના ગરમીથી મૃત્યુ
મક્કા : હજ(Haj Yatra) માટે મક્કા પહોંચેલા 550થી વધુ લોકોના મૃત્યુના સમાચાર છે. મૃતકોમાં ઓછામાં ઓછા 323 ઇજિપ્તવાસીઓ હતા. જેમાં મોટાભાગના મૃત્યુ ગરમી(Heat Wave)સંબંધિત રોગોને કારણે થયા છે. એક સમાચાર એજન્સીએ આપેલી માહિતી મુજબ મૃત્યુ પામેલા મોટાભાગના ઇજિપ્તીયન યાત્રાળુઓ હતા જે ભારે ગરમીને કારણે મૃત્યુ પામ્યા હતા. જો કે નાસભાગ દરમિયાન ઈજાઓ થવાને કારણે એકનું મોત થયું હતું. મૃતકોમાં ઓછામાં ઓછા જોર્ડનના 60 નાગરિકોનો સમાવેશ થાય છે. આ સાથે કુલ મૃત્યુઆંક 577 પર પહોંચી ગયો છે.
હવામાન પરિવર્તનના કારણે હજ યાત્રા પર પણ અસર
ઈસ્લામિક માન્યતાઓ અનુસાર હજ ઈસ્લામના પાંચ સ્તંભોમાંથી એક છે. તમામ મુસ્લિમોની ઈચ્છા છે કે જીવનમાં તેઓ ઓછામાં ઓછા એક વખત હજ માટે મક્કાની મુલાકાત લે.ગત મહિને પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ મુજબ હવામાન પરિવર્તનના કારણે હજ યાત્રા પર પણ અસર પડી રહી છે. મુસ્લિમોના આ પવિત્ર શહેરમાં તાપમાન દર 10 વર્ષે 0.4 સેન્ટિગ્રેટ વધી રહ્યું છે.
Read more: હોય નહીં! બ્રિટનના સૌથી ધનાઢ્ય હિન્દુજા પરિવારે નોકર કરતાં પાલતુ કૂતરા પાછળ વધુ ખર્ચ કર્યો
હીટસ્ટ્રોકથી પીડિત 2,000 થી વધુ યાત્રાળુઓની સારવાર
સાઉદી નેશનલ મીટીરોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે સોમવારે મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. સાઉદી અધિકારીઓએ કહ્યું છે કે તેઓએ હીટસ્ટ્રોકથી પીડિત 2,000 થી વધુ યાત્રાળુઓની સારવાર કરી છે. ગયા વર્ષે જુદા જુદા દેશોના ઓછામાં ઓછા 240 તીર્થયાત્રીઓના મોતના સમાચાર હતા. મોટાભાગના ઇન્ડોનેશિયન નાગરિકોના જીવ ગયા હતા.