ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

“હિંદુઓની સુરક્ષા પહેલા સુનિશ્ચિત કરો….” ઢાકામાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં બોલ્યા ભારતીય વિદેશ સચિવ…

ઢાકા: પાડોશી દેશ બાંગ્લાદેશમાં (Bangladesh) લઘુમતી હિંદુઓ પર વધી રહેલા હુમલા વચ્ચે વિદેશ સચિવ વિક્રમ મિસરી (Vikram Misri) પ્રથમ વખત વાતચીત માટે ઢાકા પહોંચ્યા છે. ઢાકા પહોંચતાની સાથે જ તેણે બાંગ્લાદેશને મોઢા પર જ સાંભળવી દીધું કે સૌથી પહેલું કામ હિંદુ લઘુમતીઓનું રક્ષણ અને ધાર્મિક સ્થળોની સુરક્ષા કરવાનું છે. તેમણે પોતાના સમકક્ષ હોદાના અધિકારી સામે આ મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો હતો. વિદેશ સચિવ મિસરીએ બાંગ્લાદેશના વિદેશ સલાહકારને કહ્યું કે ભારત સકારાત્મક, રચનાત્મક અને સહિયારું હિત ઈચ્છે છે, તેથી બાંગ્લાદેશે પણ આ જ રીતે વર્તન કરવું જોઈએ.

આ પણ વાંચો : જગદીપ ધનખરને મહાભારતનો ‘સંજય’ કેમ યાદ આવ્યો? રાજ્યસભામાં AAP નેતા પર આકરા પ્રહારો કર્યા

લઘુમતીઓની સુરક્ષા અંગે ચિંતા કરી વ્યક્ત

બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સોમવારે ઢાકામાં બાંગ્લાદેશના વિદેશ સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈન (Mohammed Tauheed Hussain) સાથે મુલાકાત કરી હતી. બાંગ્લાદેશના વિદેશ સલાહકાર સાથે મુલાકાત બાદ વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે અમે તાજેતરના ઘટનાક્રમ પર પણ ચર્ચા કરી અને મેં લઘુમતીઓની સુરક્ષા અને કલ્યાણને લગતી મારી ચિંતાઓ પણ વ્યક્ત કરી. અમે સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો પર હુમલાની ચિંતાજનક ઘટનાઓની પણ ચર્ચા કરી.

અન્ય મુદ્દાઓ પર ચર્ચા

ઉલ્લેખનીય છે કે ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરી સોમવારે બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરવા માટે ઢાકા પહોંચ્યા છે. અહીં તેમણે બાંગ્લાદેશના વિદેશ સચિવ જશીમુદ્દીન સાથે વેપાર, વિઝા નીતિ, સરહદી તણાવ, પાણીની વહેંચણી અને પરસ્પર હિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી.

આ પણ વાંચો : Breaking News: દિલ્હીમાં ફરી બે શાળાને Bombથી ઉડાવવાની ધમકી, પોલીસે તપાસ શરૂ કરી

કૃષ્ણ દાસની ધરપકડનો પણ મુદ્દો ઉઠ્યો

બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારના હાથમાં સત્તામાં આવ્યા બાદ આ મુલાકાત બંને દેશો વચ્ચેની પ્રથમ ઉચ્ચ સ્તરીય વાટાઘાટો છે. આ બેઠકની ચર્ચાઓમાં લઘુમતીઓ સામે હિંસાની તાજેતરની ઘટનાઓ અને આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ સહિત વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. 25 નવેમ્બરે રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા ઇસ્કોન સાધુ ચિન્મય કૃષ્ણ દાસ હજુ પણ કસ્ટડીમાં છે. ભારતના વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશ સરકારને વિનંતી કરી છે કે તેઓ તેમના કાયદાકીય અધિકારોનું રક્ષણ કરે અને તેમની સુનાવણી પારદર્શક રીતે હાથ ધરવામાં આવે. તેના કેસની આગામી સુનાવણી 2 જાન્યુઆરી, 2025ના રોજ નક્કી કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button