હું આધુનિક અભિમન્યુ છુંઃ મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ ફડણવીસનું નિવેદન
Maharashtra Elections Results 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિએ બાજી મારી લીધી છે. એનડી (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)એ બમ્પર બહુમત તરફ આગળ વધી રહ્યું છે. લખાય છે ત્યાં સુધીમાં એનડીએ 228 સીટ અને એમવીએ 54 સીટ પર આગળ છે.
મહારાષ્ટ્રમાં જીત તરફની બમ્પર આગેકૂચ સાથે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે હું આધુનિક અભિમન્યુ છું, મેં પણ ચક્રવ્યૂહ તોડ્યો છે. પીએમ મોદીએ કહ્યું હતું કે એક હૈ તો સેફ હૈ. સાથે અમને લાડલી બહેનાનો આશીર્વાદ મળ્યા છે. વાસ્તવમાં આ ફેક નેરેટિવ સામેની લડાઈની જીત છે.
ગૃહમંત્રી અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારને બમ્પર જીત માટે અભિનંદન પાઠવ્યા છે. બીજેપીની વધારે સીટ હોવાથી દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનશે તેવી અટકળો શરૂ થઈ છે. જેના પર એકનાથ શિંદેએ કહ્યું કે, પીએમ મોદી અમારા વડીલ છે. અમે સાથે બેસીને નક્કી કરીશું. રિઝલ્ટનું સંપૂર્ણ ચિત્ર આવવા દો.
દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
મહારાષ્ટ્રની જીત પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે પીએમ મોદીએ નારો આપ્યો હતો કે એક હૈ તો સેફ હૈ. ઉપરાંત લાડલી બહેનોના આશીર્વાદ મળ્યા છે. ફેક નેરેટિવ સામે લડાઈ જીત્યા છીએ. હું આધુનિક સમયનો અભિમન્યુ છે, ચક્રવ્યૂહને તોડ્યો છે. મુખ્ય પ્રધાનના પદને લઈ કોઈ વિવાદ નથી. અમિત શાહે પહેલા જ કહ્યું હતું કે, ચૂંટણી બાદ ત્રણેય પક્ષો સાથે બેસીને નક્કી કરીશું.”
આપણ વાંચો: Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ વચ્ચે સીટ- શેરિંગની ફોર્મ્યુલા નક્કી : સૂત્ર
ભાજપ દિલ્હીમાં પરિવર્તન યાત્રા કાઢશે
મહારાષ્ટ્ર જીતથી ઉત્સાહિત ભાજપ દિલ્હીમાં પરિવર્તન યાત્રા કાઢશે. આ પરિવર્તન યાત્રા કાઢવા વીરેન્દ્ર સચદેવે એક 9 સભ્યોની સમિતિ બનાવી છે. જેના સંયોજક દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ સતીષ ઉપાધ્યાય હશે. દિલ્હીમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાશે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સીટ છે, જેમાં બહુમત માટે 145નો આંકડો છે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26મી નવેમ્બરે પૂરો થશે, જ્યારે વર્તમાન વિધાનસભામાં ભાજપના 103 વિધાનસભ્ય છે, જેમાં એકનાથ શિંદેની શિવસેનાના 37 તથા એનસીપી (અજિત પવાર)ના 39 વિધાનસભ્ય છે.