
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે લગભગ 2,000 કરોડ રુપિયાનું કોકેન જપ્ત કર્યું છે. દક્ષિણ દિલ્હી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં 565 કિલોથી વધુ કોકેન જપ્ત કર્યું છે. આ કેસમાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. હાલમાં જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સની કિંમત 2,000 કરોડ રુપિયા છે.
આ પણ વાંચો :દેશની સુરક્ષા માટે સાયબર હુમલા ખતરોઃ રાષ્ટ્રપતિની ચેતવણી
પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા લોકોની સખત પૂછપરછ હાથ ધરવામાં આવી છે તથા કોના માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડિલિવરી કોની છે તથા કોનું કનેક્શન છે એના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
દિલ્હી પોલીસનું સૌથી મોટું ઓપરેશન
અત્યાર સુધીમાં પહેલી વખત 2,000 કરોડ રુપિયાના મૂલ્યનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ઉપલબ્ધ રિપોર્ટ અનુસાર આ સપ્લાય પાછળ ઈન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટ કામ કરી રહી છે. અત્યાર સુધીમાં દિલ્હીમાંથી પહેલી વખત આટલી માત્રામાં પુરવઠો જપ્ત કરવામાં આવ્યો છે, તેમાંય વળી જપ્ત કરવામાં આવેલું કોકેન હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં ઉપયોગ કરવામાં આવતું હોવાનું કહેવાય છે.
30મી સપ્ટેમ્બરે 228 કિલો ગાંજો જપ્ત કર્યો
દિલ્હી પોલીસે આ અગાઉ ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરતા ઈન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. 20 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કાર્યવાહી કરતા 1.14 કરોડ રુપિયાના મૂલ્યનો 228 કિલો ગાંજો જપ્ત કરયો હતો. પોલીસે આ કાર્યવાહીમાં બે જણની ધરપકડ પણ કરી હતી. આરોપી આંધ્ર પ્રદેશ અને ઓડિશા બોર્ડર પરથી ગાંજો લાવીને દિલ્હી અને એનસીઆરમાં સપ્લાય કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન કવચ શરુ કર્યું છે, જેનો ઉદ્દેશ દિલ્હી-એનસીઆરમાં ડ્રગ્સ સપ્લાયને રોકવાનો છે.