
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી દિવ્હી લીકર કાંડ સુપ્રીમ કોર્ટ માટે એક મહત્વનો મુદ્દો બની રહ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આઠ ડિસેમ્બરના રોજ લીકર કાંડમાં આરોપીઓને જેલમાં રાખવા બાબતે આદેશ આપતા જણાવ્યું હતું કે ટ્રાયલ વગર કોઇપણ આરોપીને જેલમાં રાખી શકાય નહિ.
આ સુનાવણી બાદ લીકર કંપની પરનોડ રિકાર્ડના એક્ઝિક્યુટિવ બિનોય બાબુને દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી. સુપ્રીમ કોર્ટે બિનય બાબુને જામીન આપી દીધા છે. નોંધનીય છે કે બિનય બાબુ સીબીઆઈ કેસમાં સરકારી સાક્ષી છે, જ્યારે તે મની લોન્ડરિંગ કેસમાં આરોપી છે.
છેલ્લી સુનાવણીમાં બાબુ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સાલ્વેએ કહ્યું હતું કે બાબુ તેમની યોગ્યતાના આધારે સરળતાથી જામીન મેળવી ળકે છે. આથી તેમણે કોર્ટમાં પોતાની અરજીની વહેલી સુનાવણીની માંગ પણ કરી છે.
બાબુ છેલ્લા 13 મહિનાથી જેલમાં છે અને હવે ડોક્ટરના સર્ટિફિકેટના આધારે વચગાળાના જામીન પર બહાર આવી સક્યા છે. સુપ્રીમ કોર્ટે આ વખતે સુનાવણી દરમિયાન એ વાતને આધાર બનાવી હતી કે CBIની તપાસ અને EDની તપાસમાં થોડો વિરોધાભાસ છે. બાબુ સીબીઆઈના કેસમાં સાક્ષી છે.
જ્યારે ED દ્વારા પૂછપરછ કરવા માટે 10 નવેમ્બર 2022ના રોજ બાબુની ધરપકડ કરવામાં આવી હતી. જસ્ટિસ સંજીવ ખન્નાએ એએસજી રાજુને કહ્યું હતું કે આ વ્યક્તિ છેલ્લા 13 મહિનાથી જેલમાં છે. તમે કોઈને આટલા લાંબા સમય સુધી જેલમાં ન રાખી શકો. 13 મહિના એ ઘણો લાંબો સમય છે.