નવી દિલ્હીઃ દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં EDની નોટિસને વારંવાર નજરઅંદાજ કરનાર મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ઘરે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ આજે ફરી તેમના ઘરે પહોંચી હતી. જો કે આ ઘટના દિલ્હીના દારૂ કાંડ સાથે જોડાયેલો નથી પરંતુ અરવિંદ કેજરીવાલ અને તેમના કેબિનેટ સહયોગી કે જે હાલમાં દિલ્હી સરકારના શિક્ષણ પ્રધાન છે તેમની સાથે જોડાયેલી છે.
નોંધનીય છે કે ગયા મંગળવારે આતિશીએ સીએમ કેજરીવાલ સાથે મળીને ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ શાસક પક્ષના ધારાસભ્યોને લાલચ આપીને તોડવાનું ષડયંત્ર કરી રહ્યા છે. આ પછી દિલ્હી બીજેપીના તમામ નેતાઓ અને સાંસદોએ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને મળીને આ અંગે દિલ્હી પોલીસને ફરિયાદ કરી અને સીએમ અરવિંદ કેજરીવાલ સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે આ કેસમાં પુરાવા આપવા જણાવ્યું હતું.
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ આમ આદમી પાર્ટીના કેટલાક લોકો દ્વારા હોર્સ ટ્રેડિંગના પ્રયાસના દાવાઓની તપાસ માટે અરવિંદ કેજરીવાલ અને આતિશીને નોટિસ પાઠવવા શુક્રવારે સાંજે બંને નેતાઓના સત્તાવાર નિવાસસ્થાને ગઈ હતી. પરંતુ દિલ્હી પોલીસ આપના બંને નેતાઓને નોટિસ આપી શકી નથી. આ જ કારણ છે કે આજે સવારે એટલે કે ત્રણ ફ3બ્રુઆરીના રોજ ફરીથી દિલ્હી ક્રાઈમ બ્રાંચની ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે તેમને નોટિસ આપવા ગઈ હતી.
નોંધનીય છે કે એફઆઈઆર નોંધાતા પહેલા પૂછપરછની નોટિસ આપવામાં આવે છે, જેમાં પોલીસ ફરિયાદની તપાસ પહેલા પૂછપરછ કરે છે. શુક્રવારે જ્યારે દિલ્હી પોલીસની એક ટીમ આતિશીના ઘરે પહોંચી તો ટીમને માહિતી મળી કે આતિશી હજુ ચંદીગઢમાં જ છે. ત્યારે આજે ફરી નોટીસ આપવા માટે એકવાર ક્રાઈમ બ્રાન્ચની ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ નોટિસ દ્વારા અરવિંદ કેજરીવાલ અને આતિશી પાસેથી કેટલીક બાબતો વિશે જાણવા માંગે છે. જેમાં આ બાબતોનો નો ઉલ્લેખ છે. AAPએ તેના ધારાસભ્યો પર તેને તોડવાનો આરોપ કયા આધારે લગાવ્યો? તમે જે આરોપ લગાવ્યા છે તેના પર તમારી પાસે કયા પુરાવા છે? અને જો કોઈ પુરાવા હોય તો ક્રાઈમ બ્રાન્ચને આપો, ક્રાઈમ બ્રાન્ચ તેની તપાસ કરશે. પરંતુ બંને આપ નેતાઓ મળ્યા ન હોવાથી નોટીસ કોઈ બીજાને આપવાનો ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઈનકાર કરી દીધો હતો.
Taboola Feed