Badlapur Rape Case: દુષ્કર્મી અક્ષય શિંદેનું એન્કાઉન્ટરમાં મોત
મુંબઈઃ બદલાપુરમાં બે બાળકીઓ સાથે દુષ્કર્મ કરનારા આરોપી અક્ષય શિંદે અને પોલીસની વચ્ચે ઝપાઝપી કરવામાં આવી હતી. જોકે, પોલીસ સાથેની ઝપાઝપીમાં પોલીસે કરેલી કાર્યવાહીમાં દુષ્કર્મી આરોપીનું મોત થયું છે. આ એન્કાઉન્ટરમાં એક પોલીસને પણ ગોળી વાગી હતી. સેલ્ફ ડિફેન્સમાં અક્ષય શિંદે પર ગોળીબાર કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘવાયો હતો.
આ પણ વાંચો: બદલાપુરમાં બે બાળકી સાથે દુષ્કર્મ: સફાઇ કર્મચારી વિરુદ્ધ બે અલગ ચાર્જશીટ દાખલ
પોલીસે સેલ્ફ ડિફેન્સમાં કર્યું ફાયરિંગ.
બનાવ અંગે પોલીસે કહ્યું હતું કે અક્ષય શિંદેને જ્યારે તળોજા જેલમાંથી બીજા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે એ વખતે પોલીસની વાનમાં પોલીસની રિવોલ્વર છીનવીને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. આરોપીએ શિંદેએ એના સિવાય બે વખત ફાયરિંગ કર્યું હતું. જે કોઈને વાગી નહોતી, ત્યાર બાદ પોલીસ સેલ્ફ ડિફેન્સમાં અક્ષય શિંદે પર ફાયરિંગ કર્યું હતું. આજે સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. આરોપી અક્ષય શિંદે દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં પોલીસ કોન્સ્ટેબલને ઈજા પહોંચી છે. આ બનાવ પછી નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સફાઈ કર્મચારીએ આચર્યું હતું દુષ્કર્મ
બદલાપુરમાં 12 અને 13 ઓગસ્ટના એક સ્કૂલના સફાઈ કર્મચારી અક્ષય શિંદેએ બે બાળકી પર બળાત્કાર કર્યો હતો. પીડિતાએ તેના માતાપિતાને જાણ કરવાથી આ કેસ પ્રકાશમાં આવ્યો હતો. આ કેસને લઈ બદલાપુરમાં બબાલ થઈ હતી. સ્થાનિકોના વિરોધ પ્રદર્શનને કારણે આખો દિવસ લોકલ ટ્રેનને રોકી દેવામાં આવી હતી.
ગિરિશ મહાજનનું પ્રદર્શનકારીઓ માન્યા નહોતા
બદલાપુર રેલવે સ્ટેશને કરવામાં આવેલા આંદોલન પછી પોલીસની અનુરોધ પછી પણ આંદોલનને આટોપી લેવામાં આવ્યું નહોતું. આ કેસમાં ખૂદ ગિરીશ મહાજન રેલવે સ્ટેશને આવ્યા હતા અને આંદોલનકારીઓને આંદોલન સમેટી લેવાનો અનુરોધ કર્યો હોવા છતાં પ્રદર્શન પૂરું થયું નહોતું, ત્યાર બાદ પોલીસને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી.
શિંદે સરકારે લીધા હતા સખત એક્શન
આ કેસમાં સરકારે સ્કૂલના મુખ્ય શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, બાળકોના કેરટેકરને પણ બરતરફ કરવામાં આવ્યા હતા. ઉપરાંત, ફરિયાદ બાદ કેસ નહીં નોંધાનારા પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી હતી, સંસ્થા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તાત્કાલિક કેસ ચલાવવાનો આદેશ પણ આપ્યો હતો.