Congress MPનું નિવેદન ભારે પડ્યું પક્ષને, Mallikarjun Khargeએ કરવી પડી સ્પષ્ટતા
નવી દિલ્હીઃ Congressના સાંસદ Mallikarjun Khargeએ લોકસભામાં સ્પષ્ટતા કરવાનો વારો આવ્યો હતો. પક્ષના કણાર્ટકના સાંસદે આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ખરગે માટે ભાજપના સાંસદોને શાંત કરવાનું ભારે પડ્યું હતું. કોંગ્રેસના સાંસદ ડીકે સુરેશે (Suresh D K)એ બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે દક્ષિણ ભારતના રાજ્યોને અન્યાય થઈ રહ્યો છે.
દક્ષિણના રાજ્યોમાંથી જે પૈસા ભેગા થાય છે તે ઉત્તર ભારતીય રાજ્યોને આપવામાં આવે છે. જો આમ જ ચાલુ રહેશે તો અમે અલગ દેશની માંગ કરવા મજબૂર થઈશું. Suresh D K કર્ણાટકના ડેપ્યુટી સીએમ શિવકુમારના ભાઈ છે અને બજેટનો વિરોધ કરતા કરતા તેમણે અલગ દક્ષિણ ભારતની માગણી કરી નાખતા હોબાળો મચી ગયો છે.
ગઈકાલે બજેટ રજૂ થયા બાદ બેંગલુરુના કોંગ્રેસના સાંસદ ડીકે સુરેશે કહ્યું હતું કે આ એક ચૂંટણી બજેટ છે. યોજનાઓના કેટલાક સંસ્કૃત નામો અને હિન્દી નામો રજૂ કરવામાં આવ્યા છે. કેન્દ્ર દક્ષિણ ભારતીય રાજ્યોને GST અને ડાયરેક્ટ ટેક્સમાંથી તેનો હિસ્સો નથી આપી રહ્યું. તેમણે કહ્યું હતું કે દક્ષિણ ભારતના રાજ્યો અન્યાયનો સામનો કરી રહ્યા છે.
ક્ષિણના રાજ્યોમાંથી જે પૈસા ભેગા થાય છે તે ઉત્તર ભારતીય રાજ્યોને આપવામાં આવે છે. જો આમ જ ચાલુ રહેશે દક્ષિણ ભારતને અલગ દેશ બનાવવા અમ મજબૂર થઈ જશું, કેન્દ્ર અમારી પાસેથી 4 લાખ કરોડ રૂપિયાથી વધુ મેળવી રહ્યું છે અને તેના બદલામાં અમને જે મળે છે તે નજીવું છે. જો સ્થિતિ સુધરશે નહીં તો દક્ષિણના તમામ રાજ્યોએ અલગ રાષ્ટ્રની માંગણી માટે અવાજ ઉઠાવવો પડશે.
ડીકે સુરેશ દ્વારા અલગ દેશની માંગ પર શુક્રવારે રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે Mallikarjun Khargeએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો કોઈ દેશને તોડવાની વાત કરે છે, તો અમે તેને ક્યારેય સહન નહીં કરીએ. પછી ભલે તે કોઈપણ પક્ષનો હોય. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કન્યાકુમારીથી કાશ્મીર સુધી આપણે એક છીએ અને એક જ રહીશું.
સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ લોકસભામાં કોંગ્રેસના સાંસદ ડીકે સુરેશના નિવેદનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે હું સોનિયા ગાંધી પાસેથી માફી માંગવા અને કાર્યવાહીની માંગ કરું છું. આ એક સાંસદ તરીકેના તેમના શપથનું ઉલ્લંઘન છે. તેમણે આ મામલો એથિક્સ કમિટીને મોકલવામાં આવે તેમ પણ કહ્યું હતું.