ટોપ ન્યૂઝનેશનલ

સરકારમાં જ વિરોધના સુર : UPSCમાં લેટરસ એન્ટ્રી મુદ્દે ચિરાગ પાસવાને કહ્યુ અમે નથી સહમત!

નવી દિલ્હી: સરકારી પોસ્ટ પર ‘લેટરલ એન્ટ્રી’ને લઈને દેશમાં રાજકીય તાપમાન ઊંચુ છે. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ આ સિસ્ટમ પર સવાલો ઉઠાવ્યા છે. દરમિયાન, કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના વડા ચિરાગ પાસવાને સોમવારે કહ્યું હતું કે ‘લેટરલ એન્ટ્રી’ પર રાજકીય હોબાળો મચ્યો છે. હું આ મુદ્દો સરકાર સમક્ષ મુકીશ. પાસવાન કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારમાં સહયોગી છે.

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું, ‘હું અને મારી આખી પાર્ટીનો સ્પષ્ટ અભિપ્રાય છે કે કોઈપણ સરકારી નિમણૂક અનામતની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. ખાનગી ક્ષેત્રોમાં આવી કોઈ વ્યવસ્થા નથી. આવી સ્થિતિમાં, કોઈપણ સરકારી નિમણૂક, પછી ભલે તે કોઈપણ સ્તરે હોય, અનામતની જોગવાઈઓને ધ્યાનમાં રાખવી જોઈએ. જેનો અમલ આ નિમણૂકમાં નથી કરવામાં આવ્યો, તે અમારા માટે ચિંતાનો વિષય છે. હું પોતે પણ સરકારનો હિસ્સો છું અને હું આ વાત સરકાર સમક્ષ મૂકીશ. હા… મારી પાર્ટી આ સાથે બિલકુલ સહમત નથી.

વિવિધ મંત્રાલયોમાં સચિવો અને નાયબ સચિવોની નિમણૂક યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા દ્વારા કરવામાં આવે છે. જેને દેશની સૌથી અઘરી પરીક્ષા ગણવામાં આવે છે. દર વર્ષે લાખો ઉમેદવારો આ પરીક્ષા આપે છે, પરંતુ માત્ર થોડા જ લોકોને સફળતા મળે છે. તે જ સમયે, કેન્દ્ર સરકારે લેટરલ એન્ટ્રીની સિસ્ટમ વિકસાવવાનો નિર્ણય કર્યો છે. આ હેઠળ, ઉમેદવારો UPSC પરીક્ષા આપ્યા વિના આ પદભાર સંભાળી શકે છે.

આ અંગે રાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે આનાથી દલિત, ઓબીસી અને આદિવાસી સમુદાયના લોકોના હિતોને નુકસાન થશે. વર્ષ 2018માં કેન્દ્ર સરકારે આ સિસ્ટમ વિકસાવવાનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત કોઈપણ ઉમેદવાર મંત્રાલયોમાં સચિવ અને નાયબ સચિવ જેવા પદો હાંસલ કરી શકે છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button