ટોપ ન્યૂઝ

NEET Paper leak: ચિન્ટુ, બિટ્ટુ, કાજુ અને હવે પિન્ટુ આવા એક નહીં 19 પકડાયા, જેમણે ભાવિ ડોક્ટર્સને રસ્તા પર લાવી દીધા

નવી દિલ્હીઃ આખા દેશમાં જે મુદ્દો સળગી રહ્યો છે અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો છે તે નીટ પેપર લીક કેસનું જાળું એજન્સી ધીમે ધીમે ખોલી રહી છે.

NEET પેપર લીક કેસમાં EOUને મોટી સફળતા મળી છે. બિહાર પોલીસના ઈકોનોમિક ઓફેન્સ યુનિટે ઝારખંડના દેવઘરથી આરોપી પિન્ટુની ધરપકડ કરી છે, જેણે પેપર લીક થયા બાદ તેની પ્રિન્ટ આઉટ મેળવીને ઉમેદવારો સુધી પહોંચાડી હતી. મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા આરોપી પિન્ટુ બિહારના નાલંદાનો રહેવાસી છે. ચિન્ટુના કહેવા પર તેણે પ્રિન્ટઆઉટ લઈ લીધું હતું. પિન્ટુ અને ચિન્ટુ પેપર લીકના કિંગપીન સંજીવ મુખિયાના નેટવર્કમાં સામેલ છે. ચિન્ટુની પણ દેવઘરથી ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ બંનેને ખેમનીચકમાં આવેલા સેફ હાઉસની માહિતી હતી. એક પ્રોફેસરે પહેલા સંજીવ મુખિયાને પ્રશ્નપત્ર મોકલ્યું, જે ચિન્ટુ અને પિન્ટુએ મળીને ઉમેદવારોને પહોંચાડ્યું. સોલ્વર મારફત પ્રશ્નોનું નિરાકરણ કર્યા બાદ 5મી મેના રોજ સવારે ઉમેદવારોને આ પેપર આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: મારા PSની ભૂલ હોય તો એની ધરપકડ કરો… મને કોઇ વાંધો નથી, જાણો NEET Paper Leak પર શું બોલ્યા તેજસ્વી

ચિન્ટુની પણ દેવઘરથી ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય કાજુ, અજીત અને રાજીવની પણ દેવઘરથી ધરપકડ કરવામાં આવી છે. ચિન્ટુ અને પિન્ટુની ધરપકડથી EOU નવા રહસ્યો ખોલી શકશે, તેમ માનવામાં આવે છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 19 લોકોની ધરપકડ કરી છે. બિહારમાંથી 13 અને ઝારખંડમાંથી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

અત્યાર સુધીની તપાસમાં એ વાત સામે આવી છે કે સૌથી પહેલા NEETનું પ્રશ્નપત્ર એક પ્રોફેસર દ્વારા સંજીવ મુખિયાને તેમના મોબાઈલ પર મોકલવામાં આવ્યું હતું. લર્ન પ્લે સ્કૂલ અને બોયઝ હોસ્ટેલમાં પટના અને રાંચીના MBBS વિદ્યાર્થીઓ પણ હાજર હતા, જેમણે NEET પેપરમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબો સોલ્વર તરીકે લખ્યા હતા. આ જવાબ તે ઉમેદવારોને આપવામાં આવ્યો હતો જેમની પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા.

EOUએ પેપર લીક કરનાર સંજીવ મુખિયાની ધરપકડ કરવા માટે ચોરેકોર જાળ બિછાવી છે. પટના, નાલંદા, ગયા અને નવાદા જિલ્લાની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. નગરનૌસાના શાહપુર સ્થિત સંજીવ મુખિયાના પૈતૃક ગામમાં પણ પોલીસના દરોડા પડ્યા છે. કોર્ટમાંથી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આગળની કાર્યવાહી માટે તૈયારીઓ કરવામાં આવી હતી. EOU દ્વારા સંજીવ મુખિયાના ઘણા નજીકના સંબંધીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker