ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ચીને અન્ય દેશોની એક ઇંચ જમીન પર પણ કબજો નથી કર્યો: શી જિનપિંગ

વોશીંગ્ટન ડીસી: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકા પ્રવાસ દરમિયાન એક મહત્વનું નિવેદન આપ્યું હતું. રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું હતું કે ચીને ક્યારેય કોઈ દેશની એક ઈંચ જમીન પર કબજો કર્યો નથી અને ન તો અમે ક્યારેય કોઈ યુદ્ધ શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે શી જિનપિંગ હાલમાં એશિયા-પેસિફિક ઈકોનોમિક કોઓપરેશન સમિટમાં ભાગ લેવા માટે અમેરિકાની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને પણ મળ્યા હતા. શી જિનપિંગે ગુરુવારે ડિનર દરમિયાન આ નિવેદન આપ્યું હતું.

ભારતના લદ્દાખ અને અરુણાચલમાં ચીની સૈન્યએ કેટલાક વિસ્તારોના કબજો કર્યો હોવાના દાવાઓ વચ્ચે  શી જિનપિંગે દાવો કર્યો હતો કે પીપલ્સ રિપબ્લિકની સ્થાપના પછીના 70 થી વધુ વર્ષો દરમિયાન ચીને કોઈ સંઘર્ષ કે યુદ્ધ ઉશ્કેર્યું નથી અથવા વિદેશી જમીન પર એક પણ ઇંચ કબજો કર્યો નથી.

ત્યારે બીજી તરફ બેઠક દરમિયાન, જો બાઈડેને ચીનના શિનજિયાંગ, તિબેટ અને હોંગકોંગ વિસ્તારમાં માનવ અધિકારોના ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઈડેને માનવાધિકારની સાર્વત્રિકતા અને તમામ રાષ્ટ્રોની તેમની આંતરરાષ્ટ્રીય માનવાધિકાર પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવાની જવાબદારી પર ભાર મૂક્યો હતો. તેમણે શિનજિયાંગ, તિબેટ અને હોંગકોંગમાં ચીન દ્વારા થતા માનવાધિકારોના ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2020 માં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. મે 2020માં ચીની સૈનિકોએ પૂર્વ લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર આક્રમક વલણ દાખવીને યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પેટ્રોલિંગ પોઇન્ટ 15 પર બંને પક્ષોને બંને પક્ષોને નજીક આગળની પોઝીશનમાં સૈનિકો તૈનાત કર્યા હતા, જેને બંને પક્ષે ઘર્ષણ વધ્યું હતું. ત્યારથી 50,000 થી વધુ ભારતીય સૈનિકો એલએસીની આગળની ચોકીઓ પર અદ્યતન શસ્ત્રો સાથે તૈનાત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button