નવી દિલ્હી: જો તમને સોનું ખરીદવાનો શોખ છે અને તમારે બજાર કિંમત કરતા ઓછા ભાવમાં સોનું ખરીદવું હોય તો આ એક ઉત્તમ અને સલામત તક ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના સોવરીન ગોલ્ડ બોન્ડ આજે એટલે કે 18મી ડિસેમ્બરથી લોન્ચ થઈ રહ્યા છે. RBI અનુસાર તમે સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માટે આજથી એટલે કે સોમવારથી અરજી કરી શકો છો. આ ઈશ્યુ 18 ડિસેમ્બરથી પાંચ દિવસ માટે એટલે કે 22 ડિસેમ્બર સુધી ખુલ્લો રહોશે. આ અંતર્ગત સરકાર તમને સસ્તા દરે સોનું ખરીદવાની સુવર્ણ તક આપી રહી છે.
આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 999 શુદ્ધતાના ગોલ્ડ બોન્ડની કિંમત 6,199 રૂપિયા પ્રતિ ગ્રામ છે. જો તમે ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માટે ઓનલાઈન પેમેન્ટ કરો છો. તો તમને તેનો લાભ મળશે. કારણકે કેન્દ્ર સરકારે ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ પેમેન્ટ કરનારા રોકાણકારોને હાલમાં ચાલી રહેલા ભાવ કરતા 50 રૂપિયા પ્રતિ ગ્રામનું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે.
તમે કોમર્શિયલ બેંકો જેવી કે સ્મોલ ફાઇનાન્સ બેંકો, પેમેન્ટ બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો સિવાય, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, નિયુક્ત પોસ્ટ ઓફિસો અને સ્ટોક એક્સચેન્જો એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઈન્ડિયા લિમિટેડ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ દ્વારા સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો.
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો
Discover the unique architectural and cultural themes of all 12 stations along the Mumbai-Ahmedabad Bullet Train route.