જે પી નડ્ડા, અમિત માલવિયા અને કર્ણાટક બીજેપી અધ્યક્ષ વિરુદ્ધ કેસ દાખલ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સોશિયલ મીડિયા હેડ અમિત માલવિયા અને કર્ણાટક ભાજપના અધ્યક્ષ B. Y. Vijyendra સામે કર્ણાટક કોંગ્રેસે એફઆઇઆર નોંધાવી છે. કોંગ્રેસે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકોને કથિત રીતે ડરાવવા માટે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરવાનો આરોપ લગાવીને ભાજપની સામે એફઆઇઆર દાખલ કરી છે.
કર્ણાટક ભાજપ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે આ સમગ્ર વિભાગ શરૂ થયો હતો. આ વીડિયોને લઈને કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે વિડીયોમાં રાજ્યના મુખ્યપ્રધાન સિદ્ધરામૈયા અને રાહુલ ગાંધીને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. કર્ણાટક કોંગ્રેસે આ અંગે ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો હતો, જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે કર્ણાટક ભાજપ દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને ડરાવવામાં આવ્યા છે આ વિડીયો ભાજપ દ્વારા એસસી એસટી સમુદાયના લોકો સામે દુશ્મનાવટ ધિક્કાર અને અણગમો પેદા કરવાના હેતુથી પોસ્ટ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ સે ભાજપ ઉપર આચારસંહિતા ભંગ કરવાનો પણ આરોપ લગાવ્યો છે ચૂંટણી પંચને લખેલા પત્રમાં કોંગ્રેસે જણાવ્યું છે કે આ વીડિયોમાં રાહુલ ગાંધી અને મુખ્યપ્રધાન સિદ્ધધારા મૈયાને એનિમેટેડ બતાવવામાં આવ્યા છે જે આચારસંહિતાનો ઉલ્લંઘન કરે છે આ વિડીયો કર્ણાટક બીજેપીએ ચોથી મે ના રોજ પોસ્ટ કર્યો હતો