'અપરિણીત' મહિલા સેરોગસીથી માં બની શકે છે? સુપ્રીમ કોર્ટે કેન્દ્રન પાસે જવાબ માંગ્યો

‘અપરિણીત’ મહિલા સેરોગસીથી માં બની શકે છે? સુપ્રીમ કોર્ટે કેન્દ્રન પાસે જવાબ માંગ્યો

નવી દિલ્હી: સરોગસી એક્ટના નિયમોને પડકારતી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. સુપ્રિમ કોર્ટ એ ચકાસવા સંમત થઈ છે કે શું એક અવિવાહિત મહિલાને સરોગસીની મંજૂરી આપી શકાય? જસ્ટિસ બી.વી. નાગરથ્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેંચે આ અરજી પર કેન્દ્રને નોટિસ મોકલી જવાબ માંગ્યો હતો.

કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ બેંચને માહિતી આપી હતી કે સરોગસીનો વિકલ્પ પસંદ કરતી અવિવાહિત મહિલાઓનો મુદ્દો મોટી બેંચ સમક્ષ પેન્ડિંગ છે. અરજીકર્તાના વકીલે કહ્યું કે આ કેસની સુનાવણી કરવાની જરૂર છે કારણ કે તેમાં એક મહત્વનો બંધારણીય પ્રશ્ન સામેલ છે. આ પછી બેન્ચે કેન્દ્રને નોટિસ પાઠવી હતી.

વકીલ મલક મનીષ ભટ્ટ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે અરજદાર તેના અંગત જીવનમાં સરકારની દખલગીરી વિના સરોગસીનો લાભ લેવા અને પોતાની શરતો પર માતૃત્વનો અધિકાર મેળવવા માંગે છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “અરજીકર્તાને લગ્ન વિના પણ બાળક અને માતૃત્વ મેળવવાનો અધિકાર છે. અરજદાર ડાયાબિટીસથી પીડિત છે અને તેની ઉંમર 40 વર્ષની આસપાસ છે અને તેને જાણ કરવામાં આવે છે કે 36 વર્ષથી વધુ ઉંમરની ગર્ભાવસ્થાને વધુ ઉમરની ગર્ભાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.’

સુપ્રીમ કોર્ટે વિવિધ નિર્ણયોને ટાંકીને અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રજનન અને માતૃત્વના અધિકારને સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા આપવામાં આવી છે અને તે માત્ર કુદરતી ગર્ભધારણ સુધી મર્યાદિત નથી. પિટિશનમાં જણાવ્યું હતું કે તેના કાર્યક્ષેત્રમાં વૈજ્ઞાનિક અને તબીબી પ્રગતિઓને મુક્તપણે ઍક્સેસ કરવાનો અધિકાર પણ શામેલ હોવો જોઈએ જે સરોગસી અને સહાયિત પ્રજનન તકનીકો ગર્ભધારણ અને માતૃત્વના અધિકાર મેળવવામાં મદદ કરી શકે, એવું ન થવા પર આ અધિકાર અર્થહીન બની જશે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button