ટોપ ન્યૂઝનેશનલ

PM મોદીના જન્મદિવસ પર મોટી ભેટ, દરેક મહિલાના ખાતામાં બે વાર જમા થશે 5000 રૂપિયા… જાણો ક્યારે?

નવી દિલ્હીઃ આજે પીએમ મોદીનો જન્મદિવસ છે અને તેઓ 74 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના દિવસે થયો હતો. તેમના જન્મદિવસ નિમિત્તે ઓડિશા સરકાર સુભદ્રા યોજનાની શરૂઆત કરવા જઈ રહી છે. આ યોજના મહિલાઓ માટે છે જેમાં સરકાર વર્ષમાં બે વાર મહિલા લાભાર્થીઓના ખાતામાં પાંચ પાંચ હજાર રૂપિયા જમા કરશે એટલે કે એક વર્ષમાં તેમના ખાતામાં 10,000 રૂપિયા ટ્રાન્સફર થશે.

સુભદ્રા યોજના ઓડિશા સરકારની એક યોજના છે જેના હેઠળ રાજ્યમાં 21 થી 60 વર્ષની વયની પાત્ર મહિલા લાભાર્થીઓના ખાતામાં દર વર્ષે 10,000 રૂપિયા જમા કરવામાં આવશે. ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર પર આ યોજના શરૂ કરવા જઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ યોજનાને ઓડિશાના પુરીના દેવતા ભગવાન જગન્નાથની નાની બહેન સુભદ્રાનું નામ આપવામાં આવ્યું છે.

2028-29 સુધી 5 વર્ષમાં રાજ્યની 1 કરોડથી વધુ મહિલાઓને વાર્ષિક રૂ.10,000નું ટ્રાન્સફર બે હપ્તામાં કરવામાં આવશે. આનો એક હપ્તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે 8 માર્ચે મહિલા લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે, જ્યારે બીજો હપ્તો રક્ષાબંધનના અવસર પર ટ્રાન્સફર કરવામાં આવશે. આ રકમ આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા માટે E-KYC જરૂરી રહેશે.

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ યોજનાનો લાભ 21-60 વર્ષની વયના મહિલા લાભાર્થીઓને મળશે અને સરકાર તેમના માટે સુભદ્રા ડેબિટ કાર્ડ જારી કરશે. આમાં બીજો ફાયદો એ છે કે દરેક ગ્રામ પંચાયત અને શહેરી સ્થાનિક સંસ્થા વિસ્તારમાં મહત્તમ સંખ્યામાં ડિજિટલ વ્યવહારો કરનારા કુલ 100 લાભાર્થીઓને 500 રૂપિયાની વધારાની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. આ યોજના માટે રાજ્ય સરકારે સરકારે 2024-25 થી 2028-29 સુધીના પાંચ વર્ષ માટે 55,825 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે. આર્થિક રીતે સમૃદ્ધ પરિવારોની મહિલાઓ, સરકારી કર્મચારીઓ અને આવકવેરા રિટર્ન ફાઇલ કરતી મહિલાઓને ઓડિશા સરકારની આ યોજનામાંથી બહાર રાખવામાં આવી છે, એટલે કે તેઓ આ યોજના માટે પાત્ર નહીં ગણાય. આ સિવાય જો કોઈ મહિલા અન્ય કોઈ સરકારી યોજના હેઠળ દર મહિને 1,500 રૂપિયા કે તેથી વધુ (અથવા 18,000 રૂપિયા કે તેથી વધુ)નો લાભ લઈ રહી છે, તો તેને પણ આમાંથી બાકાત રાખવામાં આવશે.

આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલા લાભાર્થી ઓડિશાની વતની હોવી જોઈએ. મહિલાનો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) અથવા રાજ્ય ખાદ્ય સુરક્ષા યોજના (SFSS) હેઠળ રેશન કાર્ડમાં સમાવેશ થવો જોઈએ. મહિલાના કુટુંબની કૂલ આવક રૂ. 2.50 લાખથી વધુ ન હોવી જોઈએ. ઉપરાંત પાત્ર મહિલાની ઉંમર 21-60 વર્ષની હોવી જોઈએ.
સુભદ્રા યોજનાની લાયકાત ધરાવતી મહિલાઓ તેનો લાભ મેળવવા માટે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકે છે . ઓનલાઈન અરજી માટે, તેઓએ સુભદ્રા પોર્ટલનો ઉપયોગ કરવો પડશે જ્યારે ઓફલાઈન અરજી માટે, તેઓ સ્થાનિક બેંકો, પોસ્ટ ઓફિસો અને સામાન્ય સેવા કેન્દ્રો પર જઈને આ યોજનામાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. જે મહિલાઓએ અરજી કરી છે તેમની અરજીની સરકાર તપાસ કરશે. આમાં આધારમાં આપેલી માહિતીને જ અંતિમ ગણવામાં આવશે.

સુભદ્રા યોજના પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો, જન્મ પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગતો, સરનામાનો પુરાવો, જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો) અને માન્ય મોબાઈલ નંબરનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button