બ્રેકિંગઃ સુરતવાસીઓ જાણી લો મોટા સમાચાર, સુરતનું એરપોર્ટ બનશે…

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુજરાતના ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની પરવાનગી કેબિનેટે આપી હોવાનું જણાવાયું હતું.
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટની બેઠકમાં સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સુરત એરપોર્ટ ફક્ત આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું પ્રવેશ દ્વાર નહીં, પરંતુ ડાયમંડ અને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી માટે પણ કોઈ પણ પ્રકારના અવરોધ વિના એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ઓપરેશનની પણ સુવિધા પૂરી પાડશે. કેબિનેટના આ નિર્ણયને કારણે સુરત આંતરરાષ્ટ્રીય સ્તરે ઉડ્ડયન ક્ષેત્રે મહત્ત્વનું પ્લેયર બનશે. ઉપરાંત, ભારતમાં સૌથી ઝડપથી વિકસતા સુરત શહેરને આર્થિક અને ઔદ્યોગિક વિકાસને લઈ શાનદાર પ્રદર્શન કર્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત, કેન્દ્રીય પ્રધાનમંડળે ઈનોવેશન હેંડશેકના પ્લેટફોર્મથી ઈનોવેશન ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા અમેરિકા અને ભારત વચ્ચેના સમજૂતી-કરારને મંજૂરી આપવામાં આવી હતી. ભારત અને યુએસ ટેક સેક્ટરમાં સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમને મજબૂત કરવા અને આઈસીઈટી (iCET)માં સહકારને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.
દરમિયાન વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાનમંડળે ઈનોવેશન હેન્ડશેક દ્વારા ઈનોવેશન ઈકોસિસ્ટમને વધારવા માટે યુએસએ (યુનાઈટે સ્ટેટસ ઓફ અમેરિકા) અને ભારતની વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી પણ આપવામાં આવી હતી.