‘ભાજપે ₹40,000 કરોડનું કૌભાંડ કર્યું', કર્ણાટક ભાજપના વિધાનસભ્યનો આરોપ
ટોપ ન્યૂઝનેશનલ

‘ભાજપે ₹40,000 કરોડનું કૌભાંડ કર્યું’, કર્ણાટક ભાજપના વિધાનસભ્યનો આરોપ

બેંગલુરુ: કર્ણાટકમાં ભાજપના વિધાનસભ્ય બસનાગૌડા પાટીલ યાતનાલે પાર્ટી સામે બળવાખોર વલણ અપનાવ્યું છે. વિજયપુર સીટ પરથી વિધાનસભ્ય યતનાલે ભાજપ હાઈકમાન્ડને ચેતવણી આપી કે જો તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે તો તેઓ એવા લોકોના નામ જાહેર કરી દેશે જેમણે જનતા પૈસા લૂંટ્યા અને સંપત્તિઓ બનાવી. તેમણે કહ્યું કે બીએસ યેદિયુરપ્પાની સરકારના કાર્યકાળ દરમિયાન 40 હજાર કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. દરેક કોરોના દર્દી માટે 8 થી 10 લાખ રૂપિયાનું બિલ બનાવવામાં આવ્યું છે.

પાટીલે વધુમાં કહ્યું કે તે સમયે અમારી સરકાર હતી. પરંતુ કોની સરકાર સત્તામાં હતી તેનાથી કોઈ ફરક પડતો નથી. ચોર તો ચોર હોય છે. પાટીલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે યેદિયુરપ્પા સરકારે કોરોના મહામારી દરમિયાન 45 રૂપિયાના માસ્કની કિંમત 485 રૂપિયા રાખી હતી.

પાટીલે કહ્યું,  બેંગલુરુમાં 10 હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટે 10 હજાર બેડ ભાડે આપવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જ્યારે મને કોરોના થયો ત્યારે મણિપાલ હોસ્પિટલે 5 લાખ 80 હજાર રૂપિયા માંગ્યા હતા. કોઈ ગરીબ માણસ આટલા પૈસા ક્યાંથી લાવશે?

ભાજપ વિધાનસભ્યના આ આરોપો બાદ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું, “ભાજપના વિધાનસભ્યના આ આરોપોએ અમારા પાસે રહેલા પુરાવાઓને વધુ મજબૂત બનાવ્યા છે.”

તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર ‘40% કમિશનની સરકાર’ છે. “જો આપણે યતનાલના આરોપને ધ્યાનમાં લઈએ, તો એવું લાગે છે કે ભ્રષ્ટાચાર અંગે અમે જે વિચાર્યું હતું તેના કરતા 10 ગણો મોટો છે. અમારા આરોપ પર બૂમો પાડીને ગૃહની બહાર આવેલા ભાજપના પ્રધાનોનું જૂથ હવે ક્યાં છુપાઈ રહ્યું છે?’

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button