ટોપ ન્યૂઝનેશનલ

મધ્ય પ્રદેશના ચૂંટણીમાં બીજેપીની ‘પ્રચંડ’ લહેર

શિવરાજસિંહ ચૌહાણે પીએમ મોદીની પ્રશંસા કરતા કહી આ વાત

ભોપાલઃ મધ્ય પ્રદેશ વિધાન સભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપને પ્રચંડ બહુમતી મળતી જણાઇ રહી છે. સ્વાભાવિક રીતે જ ભાજપ અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ આનાથી ઘણા જ ખુશ છે. ઉત્સાહિત થયેલા શિવરાજસિંહે જીતનો યશ પીએમ મોદીને આપતા અને તેમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાઓ અને અપીલ લોકોના હૃદયને સ્પર્શી ગઈ અને આ વલણો તેનું પરિણામ છે.

ચૌહાણે ભોપાલમાં મીડિયાને કહ્યું, “મધ્ય પ્રદેશમાં ભાજપની આ શાનદાર જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં અપાર આદર અને વિશ્વાસ દર્શાવે છે.” તેમણે (મોદી) કરેલી સભાઓ અને તેમણે જનતાને કરેલી અપીલ લોકોના હૃદયને સ્પર્શી ગઈ છે. તેના કારણે આ પરિણામો અને વલણો આવી રહ્યા છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી ભાજપ 161 ​​સીટો પર અને કોંગ્રેસ 66 સીટો પર આગળ છે. ભાજપે ટ્રેન્ડમાં બહુમતીનો આંકડો પાર કર્યો છે. દિલ્હીમાં વડાપ્રધાનના નેતૃત્વમાં મધ્ય પ્રદેશની સરકારે ગરીબો, બહેનો, કિસાનો અને સામાન્યજનો માટે જે કામ કર્યું તે લોકોના હૃદયને પણ સ્પર્શી ગયું છે.

શિવરાજ ચૌહાણે કહ્યું હતું કે અમારા સાથી કાર્યકરો અને આખી ટીમ કેન્દ્રીય પ્રધાન અમિત શાહની અચૂક વ્યૂહરચના અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના માર્ગદર્શન હેઠળ કામ કરતા રહ્યા, જેણે ચૂંટણી પ્રચારને યોગ્ય ગતિ અને દિશા આપી. મધ્યપ્રદેશમાં 230 બેઠકોમાંથી ભાજપ 155 બેઠકો પર આગળ છે, કોંગ્રેસ 68 બેઠકો પર આગળ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button