લખનઊઃ લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યસભા (Rajya Sabha Elections)ની દસ બેઠક પર આજે ચૂંટણી થયા પછી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ઉત્તર પ્રદેશની દસ બેઠકનું પરિણામ આવ્યું હતું.
ઉત્તર પ્રદેશ રાજ્યસભાની તમામ 10 બેઠક ચૂંટણી થઈ હતી, જેમાં સાત પર ભાજપ અને ત્રણ પર સમાજવાદી પાર્ટીની જીત નક્કી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ હિમાચલ પ્રદેશની માફક યુપીમાં પાસા ઊલટા ફેરવી નાખ્યા હતા, તેથી આઠ બેઠક પર જીત થઈ હતી. ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના વિધાનસભ્યોએ પણ ક્રોસિંગ વોટિંગ કર્યું હતું. યુપીની 10 સીટ પર અગિયાર ઉમેદવાર હતા, તેથી વોટિંગ કરાવવામાં આવ્યું હતું. સમાજવાદી પાર્ટીના આઠ વિધાનસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું, પરિણામે ભાજપના ઉમેદવાર જીત્યા હતા.
રાજ્યસભાની દસ બેઠકમાં ભાજપના અમરપાલ મૌર્યા, સાધનાસિંહ, આરપીએન સિંહ, સાધના સિંહ, સુધાંશુ ત્રિવેદી, સંગીતા બળવંત અને સંજય સેઠને જીત મેળવી હતી. બીજી બાજુ સમાજવાદી પાર્ટીવતીથી રામજી લાલ સુમન અને જયા બચ્ચન જીત્યા હતા. આજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને આઠ અને સમાજવાદી પાર્ટી (સપા)ને બે બેઠક પર જીત થઈ હતી. સૌથી વધુ મત સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જયા બચ્ચન (41 મત)ને મળ્યા હતા, ત્યારબાદ સપાના બીજા ઉમેદવાર રામજી લાલ સુમન (40)ને મળ્યા હતા. દરમિયાન ભાજપના ઉમેદવાર સંજય શેઠને 29 મત મળ્યા હતા. ભાજપના સંજય શેઠ અને આરપીએન સિંહને છોડીને તમામને 38 મત મળ્યા હતા.
ચૂંટણી પહેલા પક્ષ પલટો કરવો તો સામાન્ય બાબત બની ગઇ છે, એવામાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કંઇ બીજી જ રસપ્રદ ઘટનાઓ સામે આવી રહી છે અને એ ઘટના છે ક્રોસ વોટીંગની. આ ક્રોસ વોટિંગના કારણે ઉત્તર પ્રદેશની રાજ્યસભાની દસમાંથી આઠ બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે. આમ તો ક્રોસ વોટિંગ કાંઇ નવી વાત તો નથી પણ આ રાજ્યસભાની ચૂંટણીમાં જોવા મળી રહેલું ક્રોસ વોટિંગ ઘણું જ રસપ્રદ છે.
કર્ણાટકમાં ભાજપના વિધાનસભ્યએ ભાજપ વિરુદ્ધ મત આપ્યો હોવાની ઘટના બની છે ત્યારે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સાત વિધાનસભ્યોએ ભાજપના ઉમેદવારને મત આપ્યો હોવાનું સામે આવ્યું છે. ફક્ત એટલું જ નહીં, ભાજપને મત આપનારા સમાજવાદી પાર્ટીના એક વિધાનસભ્યએ ભાજપના ઉમેદવારને મત આપવા પાછળનું કારણ પણ જણાવ્યું છે.
બળવો કરનારા સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય રાકેશ પ્રતાપ સિંહે ક્રોસ વોટિંગ કરવાનું કારણ જણાવતા કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીએ જે ઉમેદવારોને રાજ્યસભા સાંસદ બનાવવા માટે ઉમેદવારી આપી હતી તે તેમની પાર્ટીના કાર્યકર છે જ નહીં.
સમાજવાદી પાર્ટી તરફથી ત્રણ ઉમેદવારોને રાજ્યસભા સાંસદ બનાવવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. તે ત્રણેયમાંથી કોઇપણ સમાજવાદી પાર્ટીના કાર્યકર નહીં હોવાનું સિંહે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મેં અને અમારા અન્ય છ વિધાનસભ્યએ ભાજપને મતદાન કર્યું હતું. મહારાજી દેવીની તબિયત ઠીક ન હોવાના કારણે તે મતદાન માટે આવી શક્યા નહોતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને