આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Bilkis Bano case: ગુજરાત સરકાર ફરી પહોંચી સુપ્રીમ કોર્ટ, આ મુદ્દે રિવ્યુ પિટિશન દાખલ કરી

નવી દિલ્હી: 2002ના રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર બળાત્કાર અને તેના પરિવારજનોની હત્યા કેસના 11 દોષિતોને ગુજરાત સરકારે આપેલી સમય પેહેલા મુક્તિને સુપ્રીમ કોર્ટે રદ કરી હતી. આ ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર સામે કડક વલણ દાખવતા આંકરી ટીકા કરી હતી. હવે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટે કરેલા કેટલાક અવલોકનોને દૂર કરવા માટે રિવ્યુ પિટિશન દાખલ કરી છે.

ગુજરાત સરકારે અરજીમાં કહ્યું છે કે સુપ્રીમ કોર્ટનો 8મી જાન્યુઆરીનો ચુકાદો સ્પષ્ટ રીતે ખામીયુક્ત હતો, જેમાં રાજ્યને ‘સત્તાના હડપવા’ અને ‘વિવેકબુદ્ધિનો દુરુપયોગ’ માટે દોષિત ઠેરવવામાં આવ્યું હતું.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટની અન્ય બેન્ચે મે 2022માં રાજ્યને 1992ની માફી પોલિસી મુજબ દોષિતોમાંથી એકની માફી અરજી પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો.

અરજી અનુસાર, કોર્ટે સરકારની આકરી ટીકા કરતા કહ્યું હતું કે ગુજરાત રાજ્યએ પ્રતિવાદી નંબર ત્રણ/આરોપી સાથે સાંઠગાંઠ અને મિલીભગતથી કામ કર્યું હતું. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ ટિપ્પણી માત્ર અયોગ્ય અને કેસના રેકોર્ડની વિરુદ્ધ નથી, પરંતુ અરજદાર-ગુજરાત રાજ્ય માટે ગંભીર પૂર્વગ્રહનું કારણ પણ છે.

નોંધનીય છે કે, બિલ્કીસ બાનો કેસમાંના તમામ 11 દોષિતોને ગુજરાત સરકારે 15મી ઓગસ્ટ 2022ના રોજ મુક્ત કર્યા હતા. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર સામે કડક ટિપ્પણી કરી હતી અને તમામ દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો હતો. કોર્ટે તેને ગુજરાતના અધિકારક્ષેત્રની બહારનો મામલો હોવાનું જણાવ્યું હતું.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker