ટોપ ન્યૂઝનેશનલ

Bihar Floor Test: BJP ના 3 અને JDUના બે MLA ગાયબ, નીલમ દેવી (RJD) બદલશે પક્ષ?

પટણા: Bihar Floor Test latest updates: બિહારની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નીતિશ સરકારે આજે વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની છે. વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા બિહારમાં બરાબરનું ધિંગાણું જામ્યું છે. એક તરફ BJP અને JDU પૂરતી સંખ્યાનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ RJD નેતાઓ દાવો કરી રહ્યા છે કે ઓપરેશન લાલટેન બિહારમાં ઓપરેશન લોટસને પછાડી દેશે.

RJDના બે ધારાસભ્યો ગાયબ હોવાનું કહેવાય છે. દરમિયાન, સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, RJD ધારાસભ્ય નીલમ દેવી (Nilam Devi) એ જેડીયુના વરિષ્ઠ એમએલસી સાથે મુલાકાત કરી છે, જ્યારે આરજેડી ધારાસભ્ય ચેતન આનંદ સવારે નીતીશ કુમારને મળ્યા છે.

રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરના સંબોધન દરમિયાન RJD અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે હંગામો થયો હતો. આ દરમિયાન વિધાનસભામાં તેજસ્વી યાદવ ઝિંદાબાદના નારા લાગ્યા હતા. RJD નેતા શક્તિ યાદવે દાવો કર્યો છે કે ચેતન આનંદ અને અનંત સિંહની પત્ની નીલમ દેવીને ડરાવવામાં આવ્યા છે અને ધમકી આપવામાં આવી છે. જે બાદ બંને ધારાસભ્યોને જેડીયુ ચીફ વ્હીપના રૂમમાં બેસાડવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button