ટોપ ન્યૂઝનેશનલ

ભોજપુરી સંગીતજગત માટે બ્લેક મન્ડેઃ ગાયક અને અભિનેત્રી સહિત નવ જણના એક્સિડેન્ટમાં મોત

પટનાઃ બિહારના કૈમુરમાં નેશનલ હાઈવે પર મોહનિયા પાસે ભોજપુરી ગાયક છોટુ પાંડેની સ્કોર્પિયો બાઇક સવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે પલટી ગઈ હતી. આખી ટીમ વાહનમાંથી બહાર નીકળી શકી ત્યાં સુધીમાં પાછળથી આવી રહેલા ટ્રકે ભોજપુર ગાયકની આખી ટીમ અને બાઇક સવારને કચડી નાખ્યા. અકસ્માત એટલો ભયાનક હતો કે નવ લોકોના મોત થયા હતા.

પ્રખ્યાત ભોજપુરી અભિનેતા અને ગાયક પુણ્યશ્લોક છોટુ પાંડે અને અભિનેત્રી સિમરન શ્રીવાસ્તવ સહિત નવ લોકોનો જીવ આ અકસ્માતમાં ગયો હોવાના અહેવાલોએ તેમના ચાહકોને શોક આપ્યો છે. માંગલિક કાર્યક્રમમાં ગાવા માટે તે તેની આખી ટીમ સાથે યુપી જઈ રહ્યો હતો. બાઈકસવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે તેની સ્કોર્પિયો કૈમુરમાં નેશનલ હાઈવે પર મોહનિયા પાસે પલટી ગઈ. આખી ટીમ વાહનમાંથી બહાર નીકળે તે પહેલા જ પાછળથી આવી રહેલા ટ્રકે કારસવાર અને બાઈકસવારને કચડી નાખ્યા હતા. . ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. ટ્રક પર લોહીના ડાઘા જોઈ લોકો ગભરાઈ ગયા હતા.


અકસ્માત બાદ ભોજપુર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામનારાઓમાં બક્સર નિવાસી ભોજપુરી ગાયક છોટુ પાંડે, તેનો ભત્રીજો અનુ પાંડે, ગીતકાર સત્ય પ્રકાશ મિશ્રા બૈરાગી, વારાણસી નિવાસી અભિનેત્રી સિમરન શ્રીવાસ્તવ અને આંચલ તિવારી પ્રખ્યાત ચહેરા હતા. આ તમામ ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ચહેરા હતા.


ભયાનક માર્ગ અકસ્માત બાદ NH-2 પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. માહિતી મળતાં જ પોલીસ અને NHAIની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહેમતથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મોહનિયાના એસડીપીઓ દિલીપ કુમારે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. મુખ્ય પ્રધાન નીતિશ કુમારે કૈમુરમાં માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. તેમણે આ દુઃખની ઘડીમાં મૃતકોના પરિવારજનોને શક્તિ પ્રદાન કરવા ભગવાનને પ્રાર્થના કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો