દિવાળી પહેલાં કેન્દ્ર સરકારે આપી લશ્કરમાં ફરજ બજાવતી મહિલાઓને Diwali Gift…

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં જ લશ્કરમાં ફરજ બજાવતી મહિલાઓને દિવાળી ગિફ્ટ આપી છે. હવે મહિલા સૈનિકોને એક સમાન મેટરનિટી લીવ મળશે, પછી ભલે એ કોઈ પણ રેંક પર હોય. સંરક્ષણ ખાતાના પ્રધાન રાજનાથ સિંહે તમામ મહિલા સૈન્ય કર્મચારીઓને એક સમાન માતૃત્ત્વ, શિશુની દેખભાલ વગેરે માટે રજા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ નિર્ણયને કારણે સશસ્ત્ર દળમાં દરેક રેકની મહિલાઓની એક સમાન ભાગીદારી સુનિશ્ચિત થશે.
સંરક્ષણ ખાતાના પ્રધાન રાજનાથ સિંહ દ્વારામહિલા સૈનિકો, નાવિકો અને વાયુ સૈનિકો માટે તેમના સમકક્ષ અધિકારીઓ જેટલી જ મેટરનિટી અને શિશુ દેખભાળ રજા આપવાના નિયમને અમલમાં મૂકવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ નિયમ અમલમાં મૂકવામાં આવતા જ સેના ફરજ બજાવતી તમામ મહિલાઓને એક સમાન રજાઓ મળશે પછી એ કોઈ અધિકારી કે અન્ય કોઈ રેંક પર પણ કેમ ના હોય.
મંત્રાલયના મત પ્રમાણે આ પગલાંને કારણે સેના મહિલાઓને પોતાની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવી રાખવામાં મદદ મળશે અને તેમના કામ કરવાની ક્ષમતાની સાથે સાથે કામની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળશે.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં મહિલા અધિકારીને 180 દિવસની મેટર્નિટી લીવ મળે છે અને આ નિયમ વધુમાં વધુ બે જ બાળકોના જન્મ સુધી જ લાગુ થાય છે. મહિલાઓને તેમની સર્વિસ દરમિયાન 360 દિવસની મેટર્નિટી લીવ મળે છે.
મંત્રાવયે પોતાના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે રજા સંબંધિત નિયમોમાં કરવામાં આવેલા આ ફેરફારને કારણે મહિલાઓને પારિવારીક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરવાની સંધિ મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે આર્મી, નેવી અને એરફોર્સમાં મહિલાઓને સૈનિક તપીકે સામેલ કરીને એક મોટી ક્રાંતિના શ્રીગણેશ કર્યા છે.