પાકિસ્તાનમાં અંડરવર્લ્ડ ડોન સરફરાઝનું મર્ડરઃ સરબજિત સિંહનો હતો હત્યારો

લાહોરમાંઃ અહીં અંડરવર્લ્ડના ડોન અમીર સરફરાઝની આજે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ એ જ અમીર સરફરાઝ હતો, જેને આઈએસઆઈ (ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલિજન્સ)ના ઈશારે ભારતીય નાગરિક સરબજીત સિંહની હત્યા કરી હતી.
પાકિસ્તાનની કોટ લખપત જેલમાં અમીર સરફરાઝ ઉર્ફે તામ્બાએ સરબજિત સિંહની પોલિથીનથી ગળું દબાવીને હિંસક હુમલો કર્યો હતો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના કહેવાથી અમીરે સરબજિત સિંહને તડપાવી-તડપાવીને હત્યા કરી નાખી હતી. સરબજિત સિંહ (49)ને પાકિસ્તાનમાં જાસૂસી કરવાના આરોપસર પાકિસ્તાની સેનાએ ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: કરાચીમાં ચાર લાખ પ્રોફેશનલ ભિખારીઓ, ઈદ નિમિતે મોલ્સ, ટ્રાફિક સિગ્નલ જેવી જગ્યાઓ પર જમાવ્યા અડ્ડા: પાકિસ્તાની મીડિયા
સરબજિત સિંહની હત્યાના કેસમાં પુરાવાના અભાવે ડિસેમ્બર, 2018માં પાકિસ્તાનની કોર્ટે બે મુખ્ય આરોપી અમીર સરફરાઝ અને મુદસરને નિર્દોષ જાહેર કર્યા હતા. આ બંનેએ લાહોરની કોટ લખપત જેલમાં જીવલેણ હુમલામાં 26 એપ્રિલ 2013માં સરબજિત સિંહની હત્યા કરી હોવાના આરોપો ઘડવામાં આવ્યા હતા.
કોણ હતો સરબજિત સિંહ તો પંજાબી ખેડૂત હતો, જ્યારે ભૂલથી પાકિસ્તાનની સરહદ ક્રોસ કરીને ગયો હતો. તેની મુક્તિ માટે પરિવારે 22 વર્ષ સુધી લડત ચલાવી હતી. જોકે, સરબજિત સિંહની વર્ષ 1990માં લાહોર અને ફેસલાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં આરોપી તરીકે ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: નિવૃત્તિ પાછી ખેંચી લેનાર બે જાણીતા પ્લેયરનો પાકિસ્તાનની ટીમમાં સમાવેશ
આ વિસ્ફોટમાં દસ લોકોનાં મોત થયા હતા, જ્યારે પાકિસ્તાનમાં તેની જાસૂસી (રોનો એજન્ટ)ના આરોપસર ધરપકડ કરી હતી. 1999માં ફાંસીની સજા ફટકારી હતી, પરંતુ ભારતના પ્રયાસ પછી એને અટકાવી હતી. ભારત સરકારે એને છોડાવવાના પ્રયાસ વચ્ચે અમીર સરફરાઝે તેની જેલમાં નિર્મમ હત્યા કરી હતી.