ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપનો મહાજંગ થવા જઈ રહ્યો છે. ત્યારે આ મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા અમદાવાદ એરપોર્ટ આવી પહોંચી હતી. એરપોર્ટથી તે સીધી હોટલ જવા રવાના થઈ હતી.
તેમજ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા અને તેઓ પણ ત્યાંથી સીધા હોટલ જવા રવાના થયા હતા. જેની થોડી ક્ષણો બાદ અરિજિત સિંહ પર એરપોર્ટ પર પહોંચ્યો હતો.
બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અમદાવાદ એરપોર્ટ પર જોવા મળી હતી. તે ટીમ ઈન્ડિયા અને પતિ વિરાટ કોહલીને સપોર્ટ કરવા માટે અમદાવાદ પહોંચી છે. આજે વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ વર્લ્ડ કપ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બપોરે 2 વાગ્યે રમાશે.
મેચ પહેલા અહીં મનોરંજનનો કાર્યક્રમ છે. ફેન્સ રાતથી સ્ટેડિયમ બહાર આવી ગયા હતા. હાલમાં સ્ટેડિયમ લગભગ ભરાઈ ચૂક્યું છે. હાથમાં ઝંડા, બેનર્સ લઈને ફેન્સે રંગ જમાવ્યો છે. ટીમ ઈન્ડિયા પર હોટેલથી રવાના થઈ ચૂકી છે.