અમદાવાદઃ પૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કૉચ અંશુમન ગાયકવાડનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સરથી પીડિત હતા. તેઓ 71 વર્ષના હતા અને બરોડા ખાતે સારવાર લઈ રહ્યા હતા. ગાયકવાડે તેની 40 ટેસ્ટ મેચોની કારકિર્દીમાં 30.07ની સરેરાશથી 1985 રન બનાવ્યા, જેમાં 2 સદી અને 10 અડધી સદી સામેલ છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 201 રન હતો, જે તેણે પાકિસ્તાન સામે બનાવ્યો હતો.
થોડા દિવસ પહેલા જ અંશુમનની સ્થિતિ જોઈ કપિલ દેવે મદદ કરવાની પહેલ કરી. હતી. કપિલે અંશુમનની મદદ માટે પોતાનું પેન્શન દાન કરવાનો નિર્ણય લીધો હતો. તેમની અપીલ બાદ બીસીસીઆઈએ તેમને રૂ. 1 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. મોહિન્દર અમરનાથ, સંદીપ પાટીલ, મદન લાલ અને કીર્તિ આઝાદ પણ તેમના સાથી ખેલાડીઓની મદદ માટે આગળ આવ્યા હતા.
ક્રિકેટરના નિધનની ખબર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજોએ તેમને શ્રદ્ધાજિલ પાઠવી છે.
Shri Anshuman Gaekwad Ji will be remembered for his contribution to cricket. He was a gifted player and an outstanding coach. Pained by his demise. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) July 31, 2024
ઝળહળથી ક્રિકેટ કારકિર્દી
અંશુમને 27 ડિસેમ્બર 1974ના રોજ કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.
ગાયકવાડે તેની 40 ટેસ્ટ મેચોની કારકિર્દીમાં 30.07ની સરેરાશથી 1985 રન બનાવ્યા, જેમાં 2 સદી અને 10 અડધી સદી સામેલ છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 201 રન હતો, જે તેણે પાકિસ્તાન સામે બનાવ્યો હતો. ગાયકવાડે ભારત માટે 15 ODI મેચ રમી હતી, જેમાં તેના નામે 20.69ની એવરેજથી 269 રન છે.
71 વર્ષીય અંશુમને 206 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 41.56ની એવરેજથી 12,136 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 34 સદી અને 47 અડધી સદી ફટકારી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 225 રન હતો. આ સિવાય ગાયકવાડે 55 લિસ્ટ-એ મેચો પણ રમી હતી, જેમાં તેણે 32.67ની એવરેજથી કુલ 1601 રન બનાવ્યા હતા.
નિવૃત્તિ પછી કોચિંગ આપ્યું
ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ અંશુમને કોચિંગને તેની કારકિર્દી તરીકે લીધી. તેઓ 1997-99 દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હતા. ગાયકવાડે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) માટે પણ કામ કર્યું હતું અને 2000માં આ કંપનીમાંથી નિવૃત્ત થયા હતા.
જૂન 2018 માં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગાયકવાડને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા. અંશુમન ગાયકવાડના પિતા દત્તા ગાયકવાડે પણ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.