અમરેલીટોપ ન્યૂઝ

ગુજરાતમાં ફરી બની પ્લેન ક્રેશની ઘટનાઃ અમરેલીના રહેણાક વિસ્તારમાં પડ્યં પ્લેન

અમરેલીઃ ગુજરતમાં પ્લેન ક્રેશની ઘટના એકાદ અઠવાડિયામાં બીજીવાર બની છે અને બન્ને વખતે રહેણાક વિસ્તાર આસપાસ જ બની છે. અગાઉ જામનગરમાં આવી ઘટના બની હતી અને એક પોયાલટનું મોત થયું હતું ત્યારે હવે અમરેલીમાં આ ઘટના ઘટી છે. આ ઘટનાની મળતી વિગતો અનુસાર અમરેલીના ગિરિયા રોડ ઉપર રહેણાક વિસ્તારમાં એક દુર્ઘટના બની છે, જ્યાં ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનું ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે.

આ પણ વાંચો: જામનગરમાં મોટી દુર્ઘટના! Air Force નું લડાકુ વિમાન થયું ક્રેશ, આસપાસના વિસ્તારમાં લાગી આગ

સ્થાનિકોના જણાવ્યા અનુસાર પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો, જ્યાં તેમણે બચાવ કામગીરી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ જામનગર અને તે પહેલા મહેસાણાના એક ગામની સીમમાં પણ પ્લેન ક્રેશ થયું હતું.

આ પણ વાંચો: મહેસાણામાં ખાનગી કંપનીનું વિમાન ક્રેશ, મહિલા પાયલોટ ઇજાગ્રસ્ત…

આ પ્લેન, જે ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું, પાઈલોટ ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતું હતું. દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ સવાર હતો, જે મહારાષ્ટ્રનું હોવાનું જાણવા મળે છે. કમનસીબે તેનું મોત નિપજ્યું છે. ઘટના બાદ પોલીસ સહિત અધિકારી દોડી આવ્યા હતા. લોકોના પણ ટોળા ભેગા થયા હતા. આ રીતે રહેણાક વિસ્તારમાં પ્લેનક્રેશ થવાની ઘટનાઓ જોખમી સાબિત થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button