ગુજરાત થશે ટાઢુંબોળઃ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જોઈ લો Video…
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાએ (Gujarat Winter 2024( જમાવટ કરી લીધી છે. અનેક વિસ્તારોમાં હાડ થીજવતી (cold wave in Gujarat) ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel forecast) ઠંડી અને કમોસમી વરસાદ અંગે આગાહી કરી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : રણોત્સવ ૨૦૨૪ માં લાઈટ એન્ડ સાઉન્ડ શો માણ્યો પર્યટકોએઃ સમૃતિવન ઝળક્યું…
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલમાં ઠંડી પડશે. ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. મહેસાણા, જૂનાગઢના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 10થી 15 ડિગ્રી રહેશે. રાજકોટના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા છે. 17 ડિસેમ્બરથી મહત્તમ તપામનમાં વધારો થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની અસર વર્તાવાની શક્યતા વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે માવઠું થવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શકયતા છે. જેના કારણે દક્ષિણ ભારત અને તમિલનાડુમાં કમોસમી વરસાદ વરસશે. તો આ તરફ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું પડી શકે છે. જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની પણ તેમણે આગાહી કરી છે.
આ પણ વાંચો : કચ્છનું નલિયા @ 5 ડિગ્રીઃ સમગ્ર ગુજરાતમાં ઠંડી જામી…
કચ્છના કાશ્મીર તરીકે ઓળખાતા નલિયામાં શિયાળાએ અસલી મિજાજ દર્શાવાનું શરૂ કરતાં લઘુતમ તાપમાન ૫ ડિગ્રી પર રહેતાં તીવ્ર ઠારથી જનજીવનને વ્યાપક અસર થઈ છે. આજે સવારથી જ ગુજરાતમાં લોકોને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યો જેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યમાં તાપામાનનો પારો એક જ રાતમાં 1થી 5 ડિગ્રી ઘટી જતા લોકો ઠૂંઠવાઈ ગયા હતા.