ટોપ ન્યૂઝનેશનલ

Illegal Mining Case: આજે CBI લખનઉમાં અખિલેશ યાદવની પૂછપરછ કરી શકે છે, જાણો શું છે મામલો

લખનઉ: કથિત માઈનિંગ કૌભાંડ મામલે CBIએ આપેલા સમન્સ પર ગુરુવારે સમાજવાદી પાર્ટી(SP)ના પ્રમુખ અને પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. જો કે તેણે સીબીઆઈને પત્ર દ્વારા જવાબ મોકલ્યો છે. આજે CBI લખનઉ આવીને તેમની પૂછપરછ કરી શકે છે

સૂત્રોના જણાવ્યા અનુસાર CBIને તપાસમાં સહયોગની ખાતરી આપવાની સાથે તેમણે પૂછ્યું કે ચૂંટણી પહેલા તેમને નોટિસ કેમ મોકલવામાં આવી? તેમણે પત્રમાં લખનઉમાં અથવા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિવેદન રેકોર્ડ કરવા વિશે લખ્યું છે. અખિલેશે પોતે પણ સીબીઆઈને જવાબ મોકલવાની પુષ્ટિ કરી છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈને મોકલવામાં આવેલા પત્રમાં અખિલેશે સવાલ ઉઠાવ્યા છે કે ચૂંટણી પહેલા તેમને નોટિસ કેમ મોકલવામાં આવી. 2019 પછી પાંચ વર્ષ સુધી તેમની પાસેથી કોઈ માહિતી કેમ માંગવામાં આવી ન હતી? આખરે આ કેસમાં સીબીઆઈ તેમની પાસેથી કઈ માહિતી મેળવવા માંગે છે, જેના માટે તેમને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા છે.


મીડિયા સાથે વાતચીત દરમિયાન અખિલેશે કહ્યું કે સીબીઆઈનો પત્ર આવ્યો હતો, મેં જવાબ મોકલી દીધો છે. પત્રમાં શું લખ્યું છે એ તમારે નોટિસ મોકલનાર પાસેથી જાણવું જોઈએ. લીક કરવાનું કામ અમે નહીં, ભાજપે કર્યું છે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી આ સમયે સૌથી નબળી છે. તે બંધારણીય સંસ્થાઓનો પોતાના સેલ તરીકે ઉપયોગ કરી રહી છે.


અહેવાલો મુજબ CBIએ અખિલેશ યાદવને સાક્ષી તરીકે બોલાવ્યા છે, જેથી CBI લખનઉ આવીને તેમની પૂછપરછ કરી શકે છે. CBI 15 દિવસ પછી નોટિસ આપીને અખિલેશને ફરીથી સમન્સ આપી શકે છે.


જો સીબીઆઈને તેમના નિવેદનમાં કોઈ નવું તથ્ય મળે તો આ કેસની તપાસમાં નવો વળાંક આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ અખિલેશને માઈનિંગ લીઝની ફાળવણી અંગે પાંચમા માળે લીધેલા નિર્ણયો અંગે પ્રશ્નો પૂછવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button