અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, પ્લેનમાં 133 લોકો સવાર હતાઃ સૂત્રો | મુંબઈ સમાચાર

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, પ્લેનમાં 133 લોકો સવાર હતાઃ સૂત્રો

અમદાવાદ: અમદાવાદમાં આજે એક વિમાન ક્રેશ થયું છે. મેઘાણી નગરમાં એરપોર્ટ નજીક પ્લેન દુર્ધટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતનો ભોગ બનેલું વિમાન એર ઇન્ડિયા એરલાઇન્સનું હોવાનું પ્રથામિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વિમાન ક્રેશ થતા બાદ 2 કિમી સુધી કાળા ધુમાડા દેખાયા છે. પ્રાથમિક માહિતી મુજબ, ક્રેશ થયેલ વિમાન પેસેન્જર વિમાન હોઈ શકે છે. લોકોએ પોલીસને અકસ્માતની જાણ કરી હતી.

વધારે વિગતે વાત કરવામાં આવે તો, માહિતી મળતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 7 ફાયર બ્રિગેડ વાહનો અને એમ્બ્યુલન્સ પણ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે. બધાએ સાથે મળીને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. કસ્માતનો ભોગ બનેલું વિમાન એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર 787 હતું. તેમાં 300 મુસાફરોને લઈ જવાની ક્ષમતા હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ વિમાન લંડન જઈ રહ્યું હતું. આ દુર્ઘટમાં કેટલી જાનહિની થઈ તેની કોઈ જાણકારી મળી નથી.

આ પણ વાંચો -‏‏‎ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ, ફાયર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button