આપણું ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં મુસીબતનું માવઠું, શહેરીજનોના વિકએન્ડના પ્લાન પર પાણી ફરી વળ્યું

હવામાન વિભાગ એક કરેલી આગાહી અનુસાર ગુજરાતના વિવિધ ભાગો અને અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકો માટે ધીમી ધારે પડેલો આ કમોસમી વરસાદ આશિર્વાદ રૂપ સાબિત થયો હતો. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. અમદાવાદના વાતાવરણમાં સાંજે પલટો આવ્યો હતો અને શેલા, ઘુમા, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો અને ધૂળની ડમરીઓ ઉડી હતી.

રવિવારે સાંજે અમદાવાદના વાતાવરણમાં આવેલા પલટા કારણે શહેરીજનોનો વિકએન્ડના પ્લાન પર પાણી ફરી વળ્યું હતું. લોકો ઘરેથી ફરવા નીકળવાની તૈયારીઓ કરતાં હતા ત્યારે જ સુસવાટા મારતો પવન ફૂંકાતા શહેરના વિવિધ વિસ્તારોમાં સાઉથ બોપલ,શેલા ઘુમા, બોડકદેવ, સોલા,સાયન્સ સિટી, શ્યામલ, ગોતા, ઘાટલોડિયા, રાણીપ, થલતેજ, મકરબા, ગોતા, ચાંદખેડા, નરોડા સહિતના વિસ્તારમાં ઘૂળની ડમરીઓ ઉડી હતી.

માવઠાના પગલે માર્ગો પર વાહન લઈને નીકળેલા લોકોને મુશ્કેલીઓની સામનો કરવો પડ્યો હતો. વિઝિબિલિટી ઘટવાથી લોકોને હાલાકી ભોગવવી પડી હતી. ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાંધીનગરમાં પણ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ એક કરેલી આગાહી અનુસાર રાત્રે પણ ઝડપી પવન ફૂંકાશે અને હજુ પણ અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહી બાદ વાતાવરણમાં એકદમ પલટો આવ્યો હતો જેમાં અગાઉથી કરવામાં આવેલી આગાહી અનુસાર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા સાથે કેટલાક વિસ્તારમાં હળવો તો કેટલાક વિસ્તારમાં ભારે ધોધમાર વરસાદ વરસ્યો છે.

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસાદ વરસ્યો છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, પાટણ મોરબી વગેરે જિલ્લામાં ધોધમાર વરસાદ હતો. જો કે ઝડપી પવન ફુંકાવાને કારણે અને વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button