
અમદાવાદ: ગઇકાલે દાહોદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) અમદાવાદ-સોમનાથ વચ્ચે નવી વંદે ભારત ટ્રેનનો (Ahmedabad-Somnath Vande Bharat) શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત, વલસાડ-દાહોદ વચ્ચે નવી ટ્રેન અને કલોલ-કટોસણ વચ્ચે નવી ફ્રેઈટ ટ્રેન સેવાનો પણ પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદ-સોમનાથ વચ્ચે નવી વંદે ભારત ટ્રેનની પ્રારંભથી પ્રથમ જ્યોતિર્લિંગને (somnath mahadev) પણ વંદે ભારત ટ્રેનની સુવિધાથી સાંકળી લેવામાં આવ્યું છે. વંદે ભારત એક્સપ્રેસ વેરાવળથી ઉપડ્યા બાદ સાંજે લગભગ 7 વાગ્યે સાબરમતી સ્ટેશને પહોંચી હતી, અને તેનું નિયમિત સંચાલન આજે 27 મેથી શરૂ કરવામાં આવ્યું છે.
શું રહેશે ટ્રેનનો સમય અને કેટલા હશે સ્ટોપેજ?
આ ટ્રેન સાબરમતીથી સવારે 5.25 વાગ્યે ઉપડી બપોરે 12.25 વાગ્યે વેરાવળ પહોંચશે અને સપ્તાહમાં ગુરુવાર સિવાય છ દિવસ દોડશે. જોકે, આ રૂટની અન્ય ટ્રેનોની સરખામણીમાં તેનું ભાડું વધુ રહેશે, જેમાં ચેરકાર માટે ₹1105 અને એક્ઝિક્યુટિવ ચેરકાર માટે ₹2110 ભાડું ચૂકવવું પડશે. આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ રેલવે સ્ટેશન પર ઉભી રહેશે. આ સ્ટોપેજને કારણે ગિરનાર, જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રના મહત્ત્વપૂર્ણ પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા ઈચ્છતા પ્રવાસીઓ માટે આ ટ્રેન ઘણી મહત્ત્વપૂર્ણ બની રહેશે, જે પ્રવાસનને નવો વેગ આપશે.
કેટલું રહેશે ભાડું? (Fare)
સ્થળ | એસી ચેરકાર | એક્ઝિક્યુટિવ ચેરકાર |
વેરાવળ | ₹1105 | ₹2110 |
જુનાગઢ | ₹ 985 | ₹ 1855 |
રાજકોટ | ₹ 820 | ₹ 1525 |
અન્ય ટ્રેનનો મુસાફરી સમય
આ સિવાય અમદાવાદથી સોમનાથ જતી અન્ય ટ્રેનની સરખામણીમાં આ ટ્રેનનું ભાડું થોડું વધુ રહેશે, પરંતુ અન્ય ટ્રેનની સરખામણીમાં આ ટ્રેનની મુસાફરીથી માત્ર સાત કલાકની મુસાફરીમાં જ સોમનાથ દાદાના દર્શન થશે. અન્ય ટ્રેનના મુસાફરી સમયની વાત કરવામાં આવે તો જબલપુર-સોમનાથ, સોમનાથ ઈન્ટરસિટી અને સૌરાષ્ટ્ર જનતા ટ્રેન 9 કલાકમાં વેરાવળ પહોંચાડે છે. જ્યારે સોમનાથ એક્સ. 8 કલાકમાં પહોંચાડે છે. તેની સરખામણી આ ટ્રેન એક 7 કલાકમાં પહોંચાડશે.
આપણ વાંચો : વડોદરામાં રોડ શો પછી PM Modi એ દાહોદમાં લોકોમોટિવ પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન…