અમદાવાદ: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શનિવારે પાર્સલ બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી. જેના મુખ્ય આરોપી રૂપેણ બારોટ અને રોહનની પોલીસે ધરપકડ કરી હતી.ત્રાગડ વિસ્તારમાં બંને આરોપીઓ કારમાંથી ઝડપાયા હતા.પોલીસને આરોપી પાસેથી બે તૈયાર પાર્સલ બોમ્બ મળી આવ્યા હતા. આરોપી પાસેથી એક તમંચો અને 5 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પૂછપરછમાં મોટો ખુલાસો થયો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટમાં બે ને ઈજાઃ આ કારણ હોવાની શક્યતા
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપીએ તેના પત્નીના મિત્ર બલદેવ સુખડિયા, તેના પિતા તથા ભાઈ સાથે બદલો લેવા ઈન્ટરનેટ પરથી બોમ્બ અને દેશી તમંચો બનાવવાનું શીખ્યો હતો. આરોપીએ આ લોકોના કારણે જ તે અને તેની પત્ની અલગ થયા હોવાનો દાવો કર્યો હતો. આરોપી તેની પત્ની સાથે છૂટાછેડા લેવાની પ્રક્રિયામાં છે અને હાલ મામલો કોર્ટમાં છે.
શનિવારે સવારે આશરે 10.45 કલાકે સાબરમતી વિસ્તારમાં એક રૉ હાઉસમાં થયેલા વિસ્ફોટમાં બે લોકો ઘાયલ થયા હતા. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ઝોન-2) ભરત રાઠોડે કહ્યું, શનિવારે સવારે સાબરમતી વિસ્તારમાં સુખડીયાના ઘરે આવેલા પાર્સલમાં થયેલા વિસ્ફોટ બાદ અમે સ્થળ પરથી ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીની રાત્રે જ ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં પાર્સલ બોમ્બ બ્લાસ્ટના આરોપીના ઘરેથી મળી આ ઘાતક વસ્તુ, પોલીસ પણ હેરાન રહી ગઈ…
તેમણે વધુમાં જણાવ્યું, પોલીસને સલ્ફર પાઉડર, બારૂદ અને ઇલેક્ટ્રોનિક સર્કિટ બનાવવા માટે બે જીવતા બોમ્બ મળી આવ્યા હતા. રિમોટ કન્ટ્રોલથી ચાલતા હોય તેવું લાગે છે. આ ઉપરાંત આરોપીએ દેશી તમંચો પણ બનાવ્યો હતો. સુખડીયાએ તેમની (આરોપી અને તેની પત્ની) વચ્ચે તિરાડ પડાવી હોવાનું તેમત પત્ની તથા બાળકોથી દૂર રાખતો હોવાનું રૂપેણ બારોટને લાગતું હતું.
અધિકારીએ કહ્યું, આરોપીને તેની પત્ની, સસરા અને સાળાએ પેટની બીમારીના કારણે નબળાઈનો અનુભવ કરાવ્યો હોવાનું લાગતું હતું. આરોપીએ સુખડિયા અને તેના સાસરિયાની હત્યા કરવા, અલગ રહેતી પત્નીને તેના પરિવારથી અલગ કરીને એકલતાનો અનુભવ કરાવવા માટે ઈન્ટરનેટ પર બોમ્બ અને હથિયાર બનાવવાનું શીખ્યો હતો.