અમદાવાદટોપ ન્યૂઝ

બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાના વિભાજનની પણ ચર્ચા; અમદાવાદ-ગાંધીનગરનું થઈ શકે છે વિભાજન…

અમદાવાદ: તાજેતરમાં જ કેબિનેટની બેઠકમાં નવા જિલ્લાની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે. જો કે સૂત્રો પાસેથી વિગતો મળી રહી છે કે સરકાર આગામી સમયમાં અન્ય જિલ્લાઓનુ પણ વિભાજન કરી નવા જિલ્લાની જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચો : Exclusive Video: અમરેલી ‘લેટર કાંડ’ મુદ્દે જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે મુંબઈ સમાચાર પર કર્યો મોટો ઘટસ્ફોટ

અમદાવાદ, ગાંધીનગરનું પણ થશે વિભાજન

સૂત્રોનાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર આગામી સમયમાં અમદાવાદ, ગાંધીનગર, કચ્છ અને મહેસાણા જિલ્લાના વિભાજન કરીને તેમાંથી જ ચારથી પાંચ નવા જિલ્લાઓની રચના કરવા માટેની વિચારણા કરી રહી છે. હાલ સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ જિલ્લાની રચનાને મંજૂરી આપતા કુલ જિલ્લાઓની સંખ્યા 34 પર પહોંચી છે પરંતુ આગામી સમયમાં આ સંખ્યા વધુ થઈ શકે તેવી શક્યતાઓ છે.

થઈ શકે છે અમદાવાદ જિલ્લાનું વિભાજન

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આગામી સમયમાં સરકાર અમદાવાદ જિલ્લાનું વિભાજન કરીને અમદાવાદ શહેર અલગ જિલ્લો તેમજ વિરમગામને નવા જિલ્લા તરીકે જાહેર કરી શકે છે. જે હાલના અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના ભાગોને જોડીને બનાવવામાં આવી શકે છે. તે ઉપરાંત કચ્છના ભાગોને જોડીને નવો જિલ્લો જાહેર કરવામાં આવી શકે છે.

કચ્છમાંથી બની શકે છે બે જિલ્લા

ભૌગોલિક રીતે વિસ્તરેલા ખૂબ જ મોટા જિલ્લા કચ્છને પણ વિભાજિત કરીને તેમાંથી પૂર્વ અને પશ્ચિમ કચ્છ એવા બે અલગ જિલ્લામાં વિભાજીત કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર વડા પ્રધાનના વતન વડનગરને મહેસાણામાંથી નવા જિલ્લા તરીકે બનાવવાની જાહેરાત કરવાની પર વિચારણા કરી રહી છે.

આ પણ વાંચો : 9 સિટી ઈજનેરને નવી નવ મહાનગરપાલિકાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો…

બનાસકાંઠાનું વિભાજન

હાલના બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે. બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button