અમદાવાદ ફ્લાવર શૉ જોવા ખિસ્સા ખાલી કરવા પડશે, જાણો ટિકિટનો ભાવ
Ahmedabad News: અમદાવાદમાં ડિસેમ્બરના અંતમાં યોજાતા ફ્લાવર શૉને ( Ahmedabad Flower Show 2024) નિહાળવા દર વર્ષે મોટી સંખ્યામાં નગરજનો ઉમટતાં હોય છે. આ વખતે ફ્લાવર શૉમાં વિવિધ સ્કલ્પચર માટે રૂપિયા 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ગત વર્ષે સમગ્ર ફ્લવાર શૉ દરમિયાન રૂપિયા 11 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ વખતે ફ્લાવર શૉ નિહાળવા જનારા લોકોના ખિસ્સા પર વધારે ભાર પડશે.
ફ્લાવર શૉને વધારે આકર્ષક બનાવવા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટિકિટના ભાવમાં વધારો કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. આ વર્ષે ફ્લાવર શૉમાં સોમવારથી શુક્રવારે સુધી ટિકિટનો ભાવ 70 રૂપિયા અને શનિ-રવિમાં 100 રૂપિયા રાખવામાં આવ્યો છે. ફ્લાવર શૉ સવારે 9.00 કલાકથી રાતના 11.00 કલાક સુધી ખુલ્લો રહેશે. ગત વર્ષે સોમથી શુક્ર ટિકિટનો ભાવ 50 રૂપિયા અને શનિ-રવિ 75 રૂપિયા હતો.
સ્કલ્પચર પાછળ જ ખર્ચાશે તોતિંગ રકમ
આ વર્ષના ફ્લાવર શૉનો ખર્ચ 5 થી 6 કરોડ વધી જશે. આ વર્ષે વિવિધ સ્કલ્પચર બનાવવા માટે જ 10 કરોડ રૂપિયા ખર્ચ થઈ જશે. આ વખતે ઓછામાં ઓછો 15 કરોડ રૂપિયાનો ખર્ચ થશે તેમ માનવામાં આવી રહ્યું છે.
શું હશે આકર્ષણનું કેન્દ્ર
આ વર્ષે એન્ટ્રેન્સ એલિફન્ટ, હલ્ક, ડોરેમાન, સ્પોન્જ બોબ, કુંગફૂં પાન્ડા, ફાઈટિંગ બહુલ, સિંહ-વાઘ, મેરમેઇડ હોર્નબીલ, ગાંધીજીના 3 વાંદરા, ઑલિમ્પિક રિંગ, એક પેડ માં કે નામ, એન્ટ્રેન્સ વોલ, કેનયોન વોલ જેવા વિવિધ સ્ક્લ્પચર જોવા મળશે.
આ પણ વાંચો : છ વર્ષ પછી અમદાવાદ-રાજકોટ હાઈ-વેના સિક્સલેનનું કામકાજ છે અધૂરું, જાણો કારણ?
ગત વર્ષે ફ્લાવર શૉને બન્યો હતો આ રેકોર્ડ
ગત વર્ષે અમદાવાદના 11માં ફ્લાવર શૉને લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રકચર માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. આ પહેલા વર્ષ 2014માં ચાઇનાના નામે 166 મીટરનો રેકોર્ડ હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત 221 મીટર ફ્લાવર સ્ટ્ર્ક્ચર બનાવી ચાઇનાનો રેકોર્ડ તોડ્યો હતો. ગત વર્ષે 12 વર્ષથી નાના બાળકો માટે એન્ટ્રી ફ્રી હતી. જ્યારે 12 વર્ષથી ઉપરના લોકો માટે 50 રૂપિયા ફી રાખવામાં આવી હતી. ફ્લાવર શૉમાં રાત્રે પણ મુલાકાતીઓનો ધસારો રહેતો હતો.
બસ હવે થોડીજ વાર, ફ્લાવર પાર્ક તૈયાર થઈ રહ્યો છે.
— Sabarmati Riverfront Development Corporation Ltd. (@SRFDCL) December 12, 2024
ફ્લાવર શોની તૈયારી માટે ફ્લાવર પાર્ક તારીખ ૧૫ ડિસેમ્બર થી જાહેર જનતા માટે બંધ રહેશે.#comingsoon #flower #park #sabarmatiriverfront #riverfront #ahmedabad pic.twitter.com/qNhNcazb7m