બુલંદશહર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના બુલંદશહેર પહોંચ્યા હતા(PM Narendra Modi Bulandshahar Visit). પીએમ મોદીએ આ સમયગાળા દરમિયાન ઘણી બધી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન બાદ પીએમએ જનસભાને પણ સંબોધિત કરી હતી.
પીએમ મોદીએ જાહેર જનતાને સંબોધતા કહ્યું હતું કે હજુ પણ સશક્ત રાષ્ટ્રના નિર્માણ અને સાચા સામાજિક ન્યાયનું સપનું પૂરું કરવા માટે તેની ઝડપ વધારવાની આવશ્યક્તા છે. એના માટે આપણે સાથે મળીને કામ કરવાનું છે. અયોધ્યામાં મેં રામ લલ્લાના સાનિધ્યમાં કહ્યું હતું કે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થયો હવે રાષ્ટ્ર પ્રતિષ્ઠાને નવી ઊંચાઈએ લઈ જવાનો સમય છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ પહેલા સ્થાનિક નેતાઓએ તેમને સ્ટેજ પર ભગવાન રામની મૂર્તિ અર્પણ કરી હતી. CM યોગી આદિત્યનાથે પીએમ નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આનંદી પટેલનું સ્વાગત કર્યું. મળતી માહિતી અનુસાર આ કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ 19,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતની રેલ, રોડ, તેલ અને ગેસ અને શહેરી વિકાસ અને આવાસ જેવી ઘણી મહત્વપૂર્ણ યોજનાઓનોનું ઉદ્ઘાટન કર્યું હતું.
જનસભાને સંબોધતા પીએમ મોદીએ સૌથી પહેલા રાજ્યપાલ, સીએમ યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક, કેન્દ્રીય મંત્રી વીકે સિંહ, બીજેપી પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી અને અન્ય નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લોકોને કહ્યું કે જીવનમાં તમારા પ્રેમ અને વિશ્વાસથી મોટું વરદાન બીજું શું હોઈ શકે. હું તમારા પ્રેમથી અભિભૂત છું.
વધુમાં તેઓ કહે છે કે, માતાઓ અને બહેનો માટે આ સૌથી વ્યસ્ત સમય છે, પરંતુ માતાઓ અને બહેનો બધું છોડીને આશીર્વાદ આપવા આવ્યા હતા, આ માટે અભિનંદન. ભગવાન શ્રી રામના 22મીએ અયોધ્યા ધામમાં દર્શન થયા હતા અને હવે અહીં જનતાના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આજે પશ્ચિમ યુપીને પણ વિકાસ માટે 19 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ મળ્યા છે.
પીએમ મોદીએ કહ્યું, “હું બુલંદશહેર સહિત પશ્ચિમ યુપીના તમામ પરિવારોને અભિનંદન આપું છું. ભાઈઓ અને બહેનો, આ પ્રદેશે દેશને કલ્યાણ સિંહ જેવો પુત્ર આપ્યો છે, જેણે રામ અને રાષ્ટ્રના ઉદ્દેશ્ય બંને માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. આજે તેઓ જ્યાં પણ હશે ત્યાં અયોધ્યાધામ જોઈને ખૂબ જ ખુશ થશે.
આપણું સૌભાગ્ય છે કે દેશે કલ્યાણ સિંહ અને તેમના જેવા અનેક લોકોનું સ્વપ્ન સાકાર કર્યું છે, પરંતુ હજુ પણ એક મજબૂત રાષ્ટ્રના નિર્માણનું, સાચા સામાજિક ન્યાયનું. તેના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે આપણી ગતિ વધારવી પડશે. આ માટે આપણે સાથે મળીને કામ કરવું પડશે.”
PM મોદીએ ભારત દેશને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની આશા વ્યક્ત કરી હતી. અને વધુમાં કહ્યું હતું કે આ સપનું પણ ઉત્તર પ્રદેશના વિકાસ વગર શક્ય નથી. અગાઉની સરકાર પર પ્રાહાર કરતાં કહ્યું કે અગાઉની કોઈ સરકારે અહી ધ્યાન આપુયું નહીં. જ્યારે યુપી સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે. તેને કહ્યું કે જ્યારે દેશનું સૌથી મોટું રાજ્ય જ જો નબળું હોય તો દેશ કઈ રીતે મજબૂત થઈ શકે?
તેમજ તેમના ભાષણમાં ઉત્તરા પ્રદેશમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે સરકારના પ્રયાસોને કારણે આજે પશ્ચિમ ઉત્તર પ્રદેશ રોજગાર પેદા કરતા મુખ્ય કેન્દ્રોમાંનું એક બની રહ્યું છે.
આપને જણાવી દઈએ કે વડાપ્રધાન સાંજે 5.30 વાગ્યે જયપુરમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું સ્વાગત કરશે. વડા પ્રધાન, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે, જંતર-મંતર અને હવા મહેલ સહિત શહેરના વિવિધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વના સ્થળોની મુલાકાત લેશે.