ટોપ ન્યૂઝ

EDના રિપોર્ટમાં મોટો ખુલાસો, AAPને અમેરિકા, કેનેડા અને આરબ દેશોમાંથી કરોડોનું ગેરકાયદે ફંડ મળ્યું

નવી દિલ્હી: દિલ્હીના શરાબ પોલીસી કૌભાંડ કેસમાં ફસાયેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાના બદલે સતત વધી રહી છે. કોર્ટમાં અગાઉથી જ ચાલી રહેલા કેસ વચ્ચે હવે EDએ આમ આદમી પાર્ટીના વિદેશી ફંડને લઈને મોટો ખુલાસો કર્યો છે. મળતી માહિતી અનુસાર, EDએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જણાવ્યું છે કે AAPને 2014-2022 દરમિયાન 7.08 કરોડ રૂપિયાનું વિદેશી ફંડ મળ્યું છે.

તપાસ એજન્સીએ આ વિદેશી ફંડ મેળવવા માટે પાર્ટી પર ભારતીય દંડ સંહિતા (આઈપીસી), લોકોનું પ્રતિનિધિત્વ અધિનિયમ (આરપીએ) અને ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ ( FCRA)નું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આ ફંડ મેળવવા માટે, EDએ તેના રિપોર્ટમાં વિદેશી દાતાઓની ઓળખ અને રાષ્ટ્રીયતા તેમજ અન્ય ઘણા તથ્યો છુપાવવા જેવા આક્ષેપો કર્યા છે.

EDએ કહ્યું કે આમ આદમી પાર્ટીને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત, ઓમાન અને અન્ય દેશોમાંથી ઘણા દાતાઓ પાસેથી પૈસા મળ્યા છે. વિવિધ દાતાઓ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા માટે એક જ પાસપોર્ટ નંબર, ક્રેડિટ કાર્ડ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: આંખના ઓપરેશન બાદ પ્રથમ વાર દેખાયા Raghav Chadha, સીએમ અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા

EDએ તેની તપાસમાં AAP અને તેના નેતાઓ દ્વારા વિદેશી ભંડોળ એકત્ર કરવામાં અનિયમિતતાના ઘણા કેસોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં પક્ષના ધારાસભ્ય દુર્ગેશ પાઠક સહિત ઘણા નેતાઓ પર 2016માં કેનેડામાં ફંડ એકત્રીકરણ કાર્યક્રમમાંથી એકત્ર કરાયેલા નાણાંનો અંગત લાભ માટે દુરુપયોગ કરવાનો આરોપ છે.

ઉપરાંત, અનિકેત સક્સેના (AAP ઓવરસીઝ ઈન્ડિયાના કન્વીનર), કુમાર વિશ્વાસ (તત્કાલીન AAP ઓવરસીઝ ઈન્ડિયાના કન્વીનર), કપિલ ભારદ્વાજ (AAP સભ્ય) અને અને પાઠક સહિત વિવિધ AAP સ્વયંસેવકો અને પદાધિકારીઓ વચ્ચે મોકલવામાં આવેલી ઈ-મેલની સામગ્રી દ્વારા આક્ષેપોની પુષ્ટિ કરવામાં આવી છે.

અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે અમેરિકા અને કેનેડામાં ફંડ એકત્રીત કરવાની ઝુંબેશ દ્વારા માત્ર નાણા એકત્ર કરવામાં આવ્યા ના હતા, પરંતુ AAPએ વિદેશી ભંડોળ પર FCRA હેઠળ લાદવામાં આવેલા નિયંત્રણોથી બચવા માટે એકાઉન્ટ્સ બુકમાં સાચા દાતાઓના નામની ઓળખ પણ છુપાવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button