ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

પુણેમાં ‘વિચિત્ર’ રોડ અકસ્માતમાં 9 જણનાં મોતઃ ટ્રકે કારને મારી ટક્કર પછી…

પુણેઃ મહારાષ્ટ્રના પુણે ખાતે એક વિચિત્ર અકસ્માત થયો છે. આ માર્ગ અકસ્માતમાં 9 જણના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર એક ટ્રકે એક મિની વાનને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેને કારણે આ ભીષણ કાર અકસ્માત થયો હતો, જેમાં 9 લોકો મૃત્યુના મુખમાં હોમાઇ ગયા હતા.

આ અકસ્માત પુણેના નારાયણગાંવ વિસ્તારમાં બની હતી. સ્થાનિક પોલીસના જણાવ્યું અનુસાર આ અકસ્માત નાશિક-પુણે હાઇ-વે પર થયો હતો. એક પૂરપાટ વેગે આવતી ટ્રકે તેની આગળ જઇ રહેલી મિની વાનને પાછળ ટક્કર મારી હતી, જેને કારણે આ મિનિ બસ એક બાજુ પર ઊભેલી બસ સાથે જઇને ટકરાઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મિની વાનની અંદર બેસેલા 9 જણના તત્કાળ મોત થયા હતા. ઘટના સમયે સાઇટ પર પાર્ક કરેલી બસમાં કોઇ પણ બેઠું નહોતું.

આ પણ વાંચો: અમદાવાદ-ઈન્દોર હાઇવે પર અકસ્માત, 4નાં મૃત્યુ; નીલગાય રોડ વચ્ચે આવી જતાં બની દુર્ઘટના

આ અકસ્માત શુક્રવારે એટલે કે આજે સવારે 10 વાગ્યાની આસપાસ જ બન્યો હતો. નારાયણગાંવ તરફ જઇ રહેલી મિની વાનને ટ્રકે પાછળથી ટક્કર મારી દીધી હતી. ત્યાર બાદ આ મિની વાન રસ્તા પર એક સાઇડમાં ઊભેલી બસ સાથે ટકરાઇ ગઇ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે મિની વાનમાં સવાર 9 જણના ઘટનાસ્થળે જ રામ રમી ગયા હતા અને બીજા ત્રણ ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે, જેને કારણે આ માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. મૃતકોમાં ચાર મહિલા, ચાર પુરૂષ અને એક બાળકનો સમાવેશ થાય છે.

અકસ્માત બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને તપાસ શરૂ કરી છે. મૃતકોના શબને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ ટ્રકના ડ્રાઇવરની પણ ધરપકડ કરી છે અને ટ્રકને કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button