ટોપ ન્યૂઝ

454 Vs 2: લોકસભામાં આખરે આ ઐતિહાસિક બિલને મળી મંજૂરી

નવી દિલ્હીઃ લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા બેઠક અનામત રાખવાના નારી શક્તિ બિલને આજે લોકસભામાં સર્વાનુમતે મંજૂરી મળી હતી. કેન્દ્ર સરકારે રજૂ કરેલા બિલની તરફેણમાં 454 મત મળ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધમાં બે મત ગયા હતા.

મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ બિલ) લોકસભા દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. બિલ પર મતદાન સ્લિપ દ્વારા કરવામાં આવ્યું હતું. બિલની તરફેણમાં 454 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધ બે વોટ પડ્યા. વોટિંગ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. હવે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. સંસદના વિશેષ સત્રમાં લગભગ 60 સાંસદોએ મહિલા અનામત બિલ પર ચર્ચામાં ભાગ લીધો હતો.

મહિલા અનામત ખરડા મુદ્દે આજે લોકસભામાં ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની તરફેણમાં કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન મેઘવાલે બિલ પર ચર્ચાની શરુઆત કર હતી. કોંગ્રેસવતીથી ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ બિલનું સમર્થન આપ્યું હતું.

સોનિયા ગાંધીએ એસસી-એસટી અને ઓબીસી (અન્ય પછાત વર્ગ) માટે પણ તેને અનામત આપવાની માગણી કરી હતી. આ સમય દરમિયાન, મોટાભાગના વિરોધ પક્ષોએ બિલને ટેકો આપ્યો હતો, અને તેના તાત્કાલિક અમલીકરણ અને OBC ક્વોટાનો સમાવેશ કરવાની માંગ પણ કરી હતી. તેને એક મોટું પગલું ગણાવતાં સરકારે કહ્યું હતું કે વસ્તી ગણતરી અને સીમાંકન જરૂરી છે. સોનિયા ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આ બિલનું સપનું રાજીવ ગાંધીનું હતું અને મારા માટે પણ જિંદગીની મહત્ત્વની ક્ષણ છે.

સંસદના વિશેષ સત્ર દરમિયાન કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન મેઘવાલે ગઈકાલે ગૃહમાં આ બિલ રજૂ કર્યું હતું. બિલમાં લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે એક તૃતિયાંશ બેઠક અનામત રાખવાની જોગવાઈ છે. કેન્દ્રીય કેબિનેટે સોમવારે મહિલા અનામત ખરડાને મંજૂરી આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…