ટ્રેક્ટર-ટ્રોલીની મુસાફરી કેટલી ખતરનાક છે, તે શનિવારે થયેલા ટ્રેક્ટર-ટ્રોલીના અકસ્માત પરથી જાણવા મળ્યું હતું. ટ્રેક્ટર સાથે જોડાયેલ ટ્રોલીના એક વ્હીલનું બેરિંગ તૂટી જવાથી અને ડ્રાઈવર દ્વારા બ્રેક લગાવવાથી 23 લોકોના મૃત્યુ થયા હતા.
મળતી માહિતી મુજબ માઘ પૂર્ણિમાના દિવસે કાસગંજના કાદરગંજ ગંગા ઘાટ પર એટાના કાસા ગામના એક બાળકના મુંડન સંસ્કાર કરવા જઈ રહેલા લોકોની ટ્રેક્ટર ટ્રોલી બેરિંગ તૂટવાને કારણે તળાવમાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં આઠ બાળકો, આઠ મહિલાઓ સહિત 23 લોકોના મૃત્યુ થયા હતા.
એક બાળકનું મુંડન ગંગા ઘાટ પર કરવાનું હતું. એ માટે લોકોને લઇને ટ્રેક્ટર-ટ્રોલી દરિયાવગંજથી પટિયાલી તરફ જઈ રહી હતી. આ ટ્રેક્ટર ટ્રોલી બાળકનો પિતા સતેન્દ્ર જ ચલાવી રહ્યા હતા. કકરાલા પહોંચતા જ ટ્રોલીનું વ્હીલ બેરિંગ તૂટી ગયું હતું. બેરિંગ તૂટતાં જ ટ્રોલીમાં જોરદાર આંચકો આવ્યો હતો. બેરિંગ તૂટતાં બ્રેક લગાવવાથી ટ્રેક્ટર-ટ્રોલી બેકાબૂ થઈ ગઈ હતી . ડ્રાઈવર સતેન્દ્રને આ વાતની જાણ થઈ ત્યારે તેણે તરત જ ટ્રેક્ટરની બ્રેક લગાવી, પરંતુ બ્રેક પેડલનું લોક બહાર હતું. જેના કારણે એક જ વ્હીલને બ્રેક લાગી હતી અને ટ્રેક્ટર રોડ પર ફરી વળ્યું હતું અને તળાવમાં પડી ગયું હતું અને પલટી ગયું હતું અને એકઝાટકે 23 લોકોની જિંદગી દાવ પર લાગી ગઇ હતી.
અક્સામત બાદ થોડી વારમાં જસ્થળ પર અંધાધૂંધી અને ચીસોના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રેક્ટરની ટ્રોલીને તળાવમાંથી બહાર કાઢવામાં આવતાં બ્રેક પેડલનું લોક ખુલ્લું હોવાનું જણાયું હતું. ટ્રેક્ટર વિશે જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું કે જો બ્રેક પેડલ લોક કરી દેવામાં આવ્યું હોત તો કદાચ ટ્રેક્ટર બેકાબૂ ન થાત. ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં 23 લોકો આ તળાવના પાણીમાં ડુબીને મૃત્યુ પામ્યા હતા.
લોકો હવે આ તળાવને લોહિયાળ તળાવ કહેવા લાગ્યા છે. તેમનું કહેવું છે કે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે આ તળાવ બનાવવામાં આવ્યું હતું. એ સમયે ભાગ્યે જ કોઇએ એવું વિચાર્યું હશે કે તળાવ ખાતે આવો દર્દનાક અકસ્માત થશે. હવે જ્યારે પણ લોકો આ તળાવને જોશે ત્યારે તેમને આ ગમખ્વાર અકસ્માત યાદ આવશે. આ એક એવું તળાવ છે, જેમાં ન તો બેરિકેડિંગ છે કે ન તો તળાવ તરફ જવાનો કોઈ રસ્તો છે. જેના કારણે ટ્રેક્ટર-ટ્રોલી કાબુ બહાર જઈને સીધી તળાવમાં પડી ગઈ હતી અને ડ્રાઇવરને ટ્રેક્ટર સંભાળવાનો મોકો જ નહોતો મળ્યો. જોકે, જ્યારે ટ્રેક્ટર-ટ્રોલીને પાણીની બહાર કાઢવામાં આવી ત્યારે ટ્રેક્ટર અને ટ્રોલીને કોઇ નુક્સાન નહોતું થયું.
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો